શોધખોળ કરો

GSEB ધોરણ 10 બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર: આજથી આ રીતે કરી શકાશે ડાઉનલોડ

ગુજરાત બોર્ડ ધોરણ 10 (SSC) ની હોલ ટિકિટ આજથી gseb.org પર ઉપલબ્ધ. પરીક્ષાના નવા સમયપત્રક અને હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત અહીં જાણો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ધોરણ 10 ની પરીક્ષાના પ્રવેશપત્રો 17 ફેબ્રુઆરીએ ઓનલાઈન પ્રસિદ્ધ થયા.
  • શાળાઓએ ફોટો, સહી-સિક્કા સહિત હોલ ટિકિટ વિદ્યાર્થીઓને આપવાની રહેશે.
  • પરીક્ષાનું સમયપત્રક બદલાયું, 4 માર્ચની પરીક્ષા 18 માર્ચે લેવાશે.
  • મૂલ્યાંકન માટે શિક્ષકોના નિમણૂકપત્રો પણ ઓનલાઈન ઉપલબ્ધ કરાયા.

GSEB Class 10 Hall Ticket 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-2026 માં યોજાનારી ધોરણ 10 ની જાહેર પરીક્ષા માટેના પ્રવેશપત્ર (હોલ ટિકિટ) આજે, 17 ફેબ્રુઆરી 2026 ના રોજ સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. બોર્ડની યાદી મુજબ, આજે બપોરે 15:00 કલાકથી રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત માધ્યમિક શાળાઓ ઓનલાઈન પોર્ટલ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. આગામી 26 ફેબ્રુઆરી 2026 થી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ સુચારૂ રીતે સંપન્ન થાય તે હેતુથી શાળાઓએ સમયસર વિતરણ વ્યવસ્થા પૂર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીઓએ પોતાના વિષય કે માધ્યમની ખરાઈ પ્રવેશપત્રમાં અચૂક કરી લેવી, જેથી કોઈ ભૂલ હોય તો ગાંધીનગર કચેરીની માધ્યમિક શાખાનો તુરંત સંપર્ક કરી શકાય.

હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અને શાળાઓ માટે સૂચના

શાળાઓએ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org, ssc.gsebht.in અથવા gsebht.in પર જઈને શાળાનો ઈન્ડેક્સ નંબર અને નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈડી દ્વારા લોગઈન કરવાનું રહેશે.

  • ફોટો અને સહી: હોલ ટિકિટની પ્રિન્ટ કાઢ્યા બાદ તેના પર વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડી, વર્ગશિક્ષક અને આચાર્યશ્રીના સહી-સિક્કા કરવા અનિવાર્ય છે. ખાસ ધ્યાન રાખવું કે આચાર્યના સહી-સિક્કા અડધા ફોટા પર અને અડધા પેપર પર આવે તે રીતે કરવાના રહેશે.
  • સૂચનાઓનું પાલન: હોલ ટિકિટના પાછળના ભાગે પરીક્ષા લક્ષી સૂચનાઓ (ક્રમ 1 થી 13) પ્રિન્ટ કરી આચાર્યની સહી સાથે વિદ્યાર્થીને આપવાની રહેશે.
  • વિતરણ યાદી: પ્રવેશપત્ર આપ્યા બદલની સહી શાળાઓએ ઓનલાઈન મૂકવામાં આવેલ વિતરણ યાદીમાં લેવાની રહેશે. જો કોઈ વિસંગતતા જણાય તો જરૂરી આધારો સાથે બોર્ડની કચેરીનો સંપર્ક કરવો.

પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર અને નવો સમય

વહીવટી કારણોસર અગાઉ જાહેર કરાયેલા શિડ્યુલમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ગુજરાત બોર્ડની મુખ્ય પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી થી શરૂ થઈને 18 માર્ચ 2026 સુધી ચાલશે. ખાસ નોંધનીય છે કે, 4 માર્ચ ના રોજ લેવાનારી પરીક્ષા હવે 18 માર્ચ ના રોજ યોજાશે.

  • ધોરણ 10 પરીક્ષા સમય: સવારે 10:00 થી બપોરે 1:15 સુધી.
  • ધોરણ 12 પરીક્ષા સમય: બપોરે 3:00 થી સાંજે 6:15 સુધી.

શિક્ષકો માટે મૂલ્યાંકન આદેશ (Assessment Order)

હોલ ટિકિટની સાથે જ બોર્ડે પરીક્ષાના પેપર ચેકિંગ માટેના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પરના શિક્ષકશ્રીઓના નિમણૂકપત્રો (Assessment Order) પણ ઓનલાઈન અપલોડ કરી દીધા છે. સંબંધિત શિક્ષકોના નિમણૂકપત્રો શાળાઓએ ઓનલાઈન ડાઉનલોડ કરીને સોંપવાના રહેશે, જેથી પરીક્ષણ કાર્યમાં કોઈ વિલંબ ન થાય અને સમયમર્યાદામાં પરિણામ તૈયાર કરી શકાય.

Frequently Asked Questions

ધોરણ 10 ની હોલ ટિકિટ ક્યારે પ્રસિદ્ધ થઈ?

ધોરણ 10 ની હોલ ટિકિટ 17 ફેબ્રુઆરી 2026 ના રોજ સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. શાળાઓ બપોરે 15:00 કલાકથી ઓનલાઈન પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકે છે.

શાળાઓ હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરી શકશે?

શાળાઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org, ssc.gsebht.in અથવા gsebht.in પર શાળાનો ઈન્ડેક્સ નંબર અને નોંધાયેલ મોબાઈલ નંબર/ઈ-મેઈલ આઈડી દ્વારા લોગઈન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે.

હોલ ટિકિટ પર વિદ્યાર્થીનો ફોટો અને સહી સંબંધિત શું સૂચના છે?

હોલ ટિકિટની પ્રિન્ટ પર વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડી, વર્ગશિક્ષક અને આચાર્યશ્રીના સહી-સિક્કા કરવા અનિવાર્ય છે. આચાર્યના સહી-સિક્કા અડધા ફોટા પર અને અડધા પેપર પર આવવા જોઈએ.

ધોરણ 10 ની પરીક્ષાના સમયપત્રકમાં શું ફેરફાર થયો છે?

વહીવટી કારણોસર, 4 માર્ચના રોજ લેવાનારી પરીક્ષા હવે 18 માર્ચ 2026 ના રોજ યોજાશે. મુખ્ય પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી થી 18 માર્ચ સુધી ચાલશે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget