શોધખોળ કરો

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

રાજ્યમાં ત્રણ મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેશે.
  • ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ વધશે.
  • તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

Gujarat Rain update: રાજ્યમાં આગામી એક સપ્તાહ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ત્રણ મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અમૃતસરથી પસાર થતી મોનસૂન ટ્રફના પ્રભાવથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. 

ત્રણ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. તેની સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ અસરકારક છે, જ્યારે અમૃતસરથી પસાર થતી મોનસૂન ટ્રફ ગુજરાતના વાતાવરણને અનુકૂળ બનાવી રહી છે. આ ત્રણેય સિસ્ટમના સંયુક્ત પ્રભાવથી રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે.

તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં તો કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે અને લોકોને ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે.

અમદાવાદમાં પણ વરસાદની આગાહી

અમદાવાદમાં પણ આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વચ્ચે-વચ્ચે વરસાદી ઝાપટાં વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 1 જૂનથી આજદિન સુધી સરેરાશ આશરે સવા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદ સામાન્ય કરતાં અંદાજે 31 ટકા ઓછો હોવાનું હવામાન વિભાગના આંકડાઓ દર્શાવે છે. જોકે આગામી સપ્તાહ દરમિયાન પડનારા વરસાદથી વરસાદની ખાધમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Gujarat Rain: ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ, એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતા 70 તાલુકાઓમાં વરસાદ, કામરેજમાં સૌથી વધુ ખાબક્યો

આગામી સપ્તાહ સુધી મેઘમહેરની શક્યતા

હાલ સક્રિય બનેલી વરસાદી સિસ્ટમોના કારણે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. કૃષિ ક્ષેત્ર માટે પણ આ વરસાદ લાભદાયી બની શકે છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય નહીં તે માટે સ્થાનિક તંત્રને સતર્ક રહેવાની જરૂર રહેશે.          

Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Embed widget