શોધખોળ કરો

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, બે તબક્કામાં મતદાન યોજાશે

કેન્દ્રિય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કેન્દ્રિય ચૂંટણી પંચે મોરબી પુલ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

નવી દિલ્હીઃગુજરાત વિધાનસભાની ચૂંટણીની આજે તારીખ જાહેર થઇ ગઇ છે.  કેન્દ્રીય ચૂંટણી પંચે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને તારીખની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે,. પહેલા તબક્કાની ચૂંટણી  માટે 1 ડિસેમ્બરે મતદાન  યોજાશે  જ્યારે બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. તો 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે, 

1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન

પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. પ્રથમ તબક્કામાં ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે. 17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે.

5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન

બીજા તબક્કા માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે. બીજા તબક્કા માટે ફોર્મ ચકાસણી 18 નવેમ્બરે કરવામાં આવશે. બીજા તબક્કામાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે. બીજા તબક્કા માટે 93 બેઠકો પર પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન થશે.

કેન્દ્રિય ચૂંટણી પંચે મોરબી પુલ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્યુઆરી 2023ના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. ગુજરાતમાં 4.9 કરોડ મતદાતાઓ છે. 4.6 લાખ મતદાતાઓ પ્રથમવાર મતદાન કરશે. રાજ્યમાં 51,782 મતદાન કેન્દ્ર બનાવવામાં આવશે. તમામ પોલિંગ બુથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. 9.87 લાખ મતદાતાઓ 80 વર્ષની ઉપરના છે. 1274 મતદાન કેન્દ્રો પર ફક્ત મહિલા કર્મચારીઓ તૈનાત રહેશે.

કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું કે 50 ટકા મતદાન કેન્દ્રોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તમામ જિલ્લામાં એક એવું મતદાન કેન્દ્ર હશે જ્યાં યુવા કર્મચારી તૈનાત હશે. તમામ મતદાન કેન્દ્ર પર સરેરાશ 948 મતદારો છે. ગુજરાતમાં  4.9 કરોડ મતદાતા છે. 3 લાખ  24 હજાર  લોકો  પ્રથમવાર  મતદાન કરશે. 51782  પોલિગ સ્ટેશન ગુજરાતમાં હશે.જેમાં 1274 પોલિગ બૂથ મહિલા કર્મી જ તૈનાત હશે.. તમામ મતદાન કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર જ હશે.ગુજરાતમાં 9.87 લાખ  મતદાતા 80 વર્ષ વય ઉપરના છે. 50 ટકા મતદાન કેન્દ્રનું લાઇવ દિવ્યાંગ મતદાતા માટે 182 મતદાન કેન્દ્ર ઉભા કરાયા છે. દરેક જિલ્લામાં એક એવું પોલિંગ બુથ હશે, જેમાં યુવા કર્મી જ તૈનાત રહેશે.

રાજ્યમાં 1417 ટ્રાન્સજેન્ડર મતદાતા છે. 2017ની તુલનામાં ટ્રાન્સજેન્ડરની સંખ્યા બમણી થઇ છે. સૌ પ્રથમ ચૂંટણી પંચે મોરબી પુલ દુર્ઘટનાના અંગે દુ:ખ વ્યક્ત કર્યું .વાગરામાં એક બૂથ શિપિગ કેન્ટેનર બનાવાશે. ગીર જંગલમાં એક મતદાતા માટે અલગ મતદાન કેન્દ્ર ઉભુ કરાશે.

ટોપ સ્ટોરી

દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
Patan: પાટણ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર, રાધનપુર-સાંતલપુર માટે છોડાયું સિંચાઈનું પાણી
Patan: પાટણ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર, રાધનપુર-સાંતલપુર માટે છોડાયું સિંચાઈનું પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
Pagani Huayra 70 Anima: અસલી હીરાઓથી સજ્જ છે Pagani ની આ સુપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે
Pagani Huayra 70 Anima: અસલી હીરાઓથી સજ્જ છે Pagani ની આ સુપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે
Virat Kohli: વિરાટ કોહલીનો એવો વિશ્વ રેકોર્ડ, જે 100 વર્ષ સુધી તૂટવો અશક્ય! જાણો વિગત
Virat Kohli: વિરાટ કોહલીનો એવો વિશ્વ રેકોર્ડ, જે 100 વર્ષ સુધી તૂટવો અશક્ય! જાણો વિગત
Google Buyout: હવે ગૂગલે આપી કર્મચારીઓને નોકરી છોડવાની ઓફર, ભારતમાં પણ પડશે અસર?
Google Buyout: હવે ગૂગલે આપી કર્મચારીઓને નોકરી છોડવાની ઓફર, ભારતમાં પણ પડશે અસર?
કોહલીની ફિફ્ટી, પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું
કોહલીની ફિફ્ટી, પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું
8મું પગાર પંચ: 66% કામ પૂર્ણ, કર્મચારીઓના પગારમાં ક્યારે થશે મોટો વધારો?
8મું પગાર પંચ: 66% કામ પૂર્ણ, કર્મચારીઓના પગારમાં ક્યારે થશે મોટો વધારો?
Embed widget