Gujarat Election 2022 Live : અમરેલી આવું એટલે એમ લાગે કે, જાણે ઘરે આવ્યો છું: PM મોદી

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પર વિજય મેળવવા  ત્રણેય પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 20 Nov 2022 03:05 PM
ગુજરાતનો કૃષિ વિકાસ ડબલ ડિજિટમાંઃ પીએમ મોદી

ગુજરાતમાં કૃષિ વિકાસ દર જે માઇનસમાં હતો એ આપણી મહેનતનું પરિણામ આવ્યું કે, આજે ડબલ ડિજિટમાં ગુજરાતનો કૃષિ વિકાસ દર થયો.  PM કિસાન સમ્માનનિધિ પાછળ દેશમાં સવા બે લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ ખેડૂતોના ખાતામાં જમા છે.

અમરેલી જિલ્લો સમુદ્રી વ્યાપારની અંદર ધમધમતું કેન્દ્ર બનશેઃ પીએમ મોદી

અમરેલી જિલ્લો સમુદ્રી વ્યાપારની અંદર ધમધમતું કેન્દ્ર બનવાનું છે જે ઈતિહાસમાં એક નવું પ્રકરણ તરીકે ઉમેરાશે એનો વિશ્વાસ તમે કરજો.

અમરેલીએ ઉદ્યોગમાં નવી છબી બનાવીઃ પીએમ મોદી

પીપાવાવ પોર્ટ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર બન્યું છે. અમરેલીએ ઉદ્યોગમાં નવી છબી બનાવી છે.

વિકાસ બોલો એટલે ગુજરાત દેખાય અને ગુજરાત બોલો એટલે વિકાસ દેખાયઃ અમરેલીમાં પીએમ મોદી

ગયા વીસ વર્ષમાં અહીંયાં જે પ્રગતિ થઈ છે એની જે સિદ્ધિઓના આંકડા છે, અહીંના જીવનમાં જે બદલાવ આવ્યો છે એના કારણે તમે વિકાસ બોલો એટલે ગુજરાત દેખાય અને ગુજરાત બોલો એટલે વિકાસ દેખાય...

અમરેલીમાં શું કહ્યું પીએમ મોદીએ

વેરાવળ, ધોરાજી બાજ પીએમ મોદી અમરેલી પહોંચ્યા. જયાં તેમણે કહ્યું અમરેલી આવું એટલે એમ લાગે કે, જાણે ઘરે આવ્યો છું. જીવરાજ મહેતા એવા મુખ્યમંત્રી હતા કે જે અમરેલીના હતા પણ આ મોદી એવો મુખ્યમંત્રી હતો કે અમરેલી જેનું હતું..





કચ્છ-કાઠિયાવાડના નાગરિકો તમે મારા ટીચર છો અને તમે જ મારી ટ્રેનિંગ કરી છેઃ ધોરાજીમાં પીએમ મોદી

તમારા આશીર્વાદ મારા માટે એટલે જ મહત્વના છે. ગુજરાતના નાગરિકો, કચ્છ-કાઠિયાવાડના નાગરિકો તમે મારા ટીચર છો અને તમે જ મારી ટ્રેનિંગ કરી છે.

ધોરાજીમાં શું બોલ્યા પીએમ મોદી

વેરાવળ બાદ ધોરાજીમાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું, બે દાયકાના આપણાં સંયુક્ત પુરુષાર્થનું પરિણામ છે, ભાજપને જનતાના અસીમ આશીર્વાદ મળી રહ્યા છે. ગુજરાતીઓના જોમ-જુસ્સાની સાથે નિર્માણ, નિકાસ અને રોકાણના કારણે મારા ગુજરાતનો ડંકો વાગે છે

કચ્છના રણને આપણે બદલી નાંખ્યું અને રણને તો 'ગુજરાતનું તોરણ' બનાવી દીધુંઃ પીએમ મોદી

સૌરાષ્ટ્રમાં મારી પહેલી રેલી છેઃ પીએમ મોદી

ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં મારી પહેલી રેલી છે અને એ પણ સોમનાથ દાદાની પવિત્ર ભૂમિ પર છે.

નરેન્દ્ર દિલ્હીથી, ભુપેન્દ્ર ગુજરાતથી સેવા કરશે- પીએમ મોદી

નરેન્દ્ર દિલ્હીથી આપની સેવા કરશે, ભૂપેન્દ્ર ગુજરાતથી આપની સેવા કરશે. સૌની યોજનાથી તમામને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. દરિયાના ખારા પાણીને શુદ્ધ બનાવીને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. મફતમા ગેસ કનેક્શન આપીને માતા-બહેનોની મુશ્કેલી દૂર કરી છે.

ગીર સોમનાથ જિલ્લાની ચારેય ચાર બેઠકો જીતી રેકોર્ડ તોડવા આહવાન: PM મોદી

લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ વખતનો આપણો લક્ષ્યાંક અલગ છે. ગીર સોમનાથ જિલ્લાની ચારેય ચાર બેઠકો જીતી રેકોર્ડ તોડવા આહવાન છે. લોકશાહીનું રક્ષણ અને સુશાસન માટે ભાજપને મત આપવાની તેઓએ અપીલ કરી હતી. તમામ બુથ પર ભાજપનો વિજય વાવટો ફરકવો જોઇએ. 

PM મોદીએ સોમનાથ મહાદેવની કરી પૂજા

મિશન 2022 માટે આપના નેતાઓના ગુજરાતમાં ધામા 

 ગુજરાત ચૂંટણીને લઈ આપના નેતાઓ રાજ્યમાં રોડ શો અને જાહેર સભા કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. 20, 21, 22 નવેમ્બર  અરવિંદ કેજરીવાલ 4 રોડ શો અને 2 જનસભાને સંબોધશે તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 5 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. 21થી 25 નવેમ્બર દરમિયાન ભગવંત માન  18 રોડ શોમા ભાગ લેશે. રાજસભા સાંસદ સંજયસિંહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે, તેઓ 20, 21 નવેમ્બરે 2 રોડ શો અને 6 જનસભાને સંબોધશે.


 

વિધાનસભાની ચૂંટણીમાં સોમનાથ થી પ્રધામંત્રી નરેન્દ્ર મોદીનો શંખનાદ

સોમનાથનું હિન્દુ ધર્મમાં અનોખું મહત્વ છે. ભાજપને સતા પર લાવવા માટે સોમનાથ સાથે પૌરાણિક ઇતિહાસ છે. લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા યાત્રા કાઢી હતી, બાદમાં દેશમાં ભાજપ પક્ષ પ્રચલિત થયો. ભાજપના પીઢ નેતા સ્વ.કેશુભાઈ પટેલ પણ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન રહી ચૂક્યા છે. 



  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે. 

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શન કરીને સૌરાષ્ટ્રમાં ચાર સભાને સંબોધન કરશે...

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં અલગ અલગ ચાર જગ્યાઓ પર પ્રચાર કરશે...

  • સૌરાષ્ટ્રના વેરાવળ,અમરેલી,ધોરાજી અને બોટાદમાં જાહેર સભાને સંબોધન કરશે... 

  • સોમનાથના દર્શન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીતના વિશ્વાસ સાથે વેરાવળમાં ભવ્ય સભાને સંબોધન કરશે.

  • જો કે દેશમાં ભાજપનો દબદબો તો સોમનાથમાં કોંગ્રેસનો વર્ષોથી દબદબો યથાવત .

  • સોમનાથ જિલ્લાની અનોખો રાજકીય ઇતિહાસ રહ્યો..

  • ગીર સોમનાથ જિલ્લાના મોટા ભાગની વિધાનસભામાં કોંગ્રેસનું શાસન...

  • સોમનાથમાં પણ વર્ષોથી કોંગ્રેસનું શાસન..

  • આ વખતે ચારેય બેઠકો કબજે કરવા માટે ખુદ પ્રધામંત્રી મેદાનમાં.

વલસાડ સર્કિટ હાઉસ થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થયા રવાના

 વલસાડ સર્કિટ હાઉસથી નરેન્દ્ર મોદીનો કાફલો રવાના થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડથી સોમનાથ જશે. સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તેઓ સભા ગજવશે.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Election 2022:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પર વિજય મેળવવા  ત્રણેય પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. PM મોદી આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં બાદ સૌરાષ્ટ્રમાં  4 જનસભાને સંબોધશે.







પ્રધાનમંત્રી આજે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચશે અહીં મહાદેવના પૂજા અભિષેક કર્યાં બાદ સૌરાષ્ટ્રમાં 4 જનસભાને સંબોધશે. 20 નવેમ્બરે PM મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ જનસભા સંબોધશે. તેમજ 21 નવેમ્બરે PM મોદીની સુરેન્દ્રનગરમાં જનસભા આયોજન કરાયું છે તો 21 નવેમ્બરે PM મોદી નવસારી અને જંબુસરમાં પણ જનસભાને સંબોધશે.






આજે PM મોદી અહીં ગજવશે સભા



  • PM મોદી બીજા દિવસે રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા કરશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓને સંબોધશે.

  •  PM મોદી સવારે 11 વાગ્યે વેરાવળમાં, 12:45 વાગ્યે ધોરાજીમાં, બપોરે 2:30 વાગ્યે અમરેલીમાં અને 6:15 વાગ્યે બોટાદમાં રહેશે.

  • આ પછી પીએમ મોદી ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.'

  • 21 નવેમ્બરે સોમવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં, બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં જનસભા સંબોધશે

  • 21 નવેમ્બર, 2022

     


     




23 નવેમ્બર, 2022
23 નવેમ્બરે મહેસાણા અને દાહોદમાં જનસભા, વડોદરા અને ભાવનગરમાં જનસભાને સંબોધિત કરશે.


24 નવેમ્બર, 2022
24 નવેમ્બરે પાલનપુરમાં જનસભા કરશે ઉપરાંત,  દહેગામ,માતરમાં જનસભા અને અમદાવાદમાં જનસભાને સંબોધિત કરશે.


PM મોદીને આવકારવા માટે આજે વલસાડ જિલ્લા ભાજપના કાર્યકરો અને સંગઠને ખાસ તૈયારીઓ કરી છે. વલસાડની પારડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કનુ દેસાઈએ આજે ​​યોજાનાર રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પીએમ મોદીના રોડ શોને લઈને સુરક્ષા વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવી છે. PM મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 9 SP, 17 DSP, 40 PI, 90 PSI સહિત 15000 પોલીસ જવાનો તૈનાત રહેશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.