શોધખોળ કરો

C.R. પાટીલ ભૂચર મોરીના કાર્યક્રમમાં હાજર રહેવા માટે મુખ્યમંત્રીનો રોડ શો અધવચ્ચે છોડીને નિકળી ગયા, આ યુધ્ધ કેમ લડાયેલું ?

જામનગરના ધ્રોલ ખાતે ભૂચર મોરી શૌર્ય કથાનું આજે સમાપન થયું હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સમાપન સમારોહમાં હાજર રહ્યા હતા. આ માટે તેમણે મુખ્યમંત્રીનો રોડ શો અધવચ્ચે છોડી દીધો હતો. 

રાજકોટઃ રાજકોટમાં યોજાયેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાંથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અધવચ્ચેથી નિકળી ગયા હતા. ભાજપનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, સી.આર. પાટીલનો જામનગરમાં ધ્રોલ ખાતે કાર્યક્રમ હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રજા લઈને તે જીપમાંથી ઉતરી ગયા હતા અને જામનગર જવા રવાના થઈ ગયા હતા.

જામનગરના ધ્રોલ ખાતે ભૂચર મોરી શૌર્ય કથાનું આજે સમાપન થયું હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સમાપન સમારોહમાં હાજર રહ્યા હતા. આ માટે તેમણે મુખ્યમંત્રીનો રોડ શો અધવચ્ચે છોડી દીધો હતો. 25 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન ધ્રોલના ભૂચર મોરી રણમેદાનમાં શૌર્ય કથાનું આયોજન કરાયું હતું.  

ગુજરાતનું પાણીપત યુદ્ધ ગણાતું ભૂચર મોરીનું યુદ્ધ સૌરાષ્ટ્રમાં થયું હતું.   યુધ્ધ સતત 3 મહિના સુધી ચાલ્યું હતું. જામનગર જિલ્લાના ધ્રોલ નગરથી 2 કિલોમીટરના અંતરે ભૂચર મોરીની ધરા પર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઈતિહાસનું સૌથી ભયંકર યુદ્ધ ખેલાયું હતું. આ યુધ્ધને ઈતિહાસકારોએ સૌરાષ્ટ્રના પાણીપત તરીકેની ઉપમા આપી છેશરણે આવેલા એક મુસ્લિમની રક્ષા માટે થયેલા યુધ્ધમાં રણમેદાન મેદાન લોહીથી રંગાઈ ગયું હતું500  વર્ષ પહેલાં રણમેદાનમાં અભુતપુર્વ સંગ્રામ ખેલાયો હતો, જેમાં કુંવર અજાજી અને હજારો લડવૈયાઓએ બલિદાન આપ્યા હતા.

રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પછી શરૂ થયેલા રોડ શોમાં પાટીલ સતત સાથે રહ્યા હતા પણ રોડ શો પૂરો થવાની પચીસેક મિનિટ પહેલાં પાટીલ રોડ શોમાંથી નિકળી ગયા હતા.

પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ ખુલ્લી જીપમાં સાથે જ હતા. ભૂપેન્દ્ર પટેલ લોકોનું અભિવાદન સ્વીકારી શકે તે માટે ખુલ્લી જીપ ઉભી રખાઈ હતી ત્યારે પાટીલે રોડ શોમાંથી ઉતરી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખભે હાથ મૂકીને તેમનું ધ્યાન દોર્યું હતું અને પછી તેમની રજા લઈને જીપમાંથી નીચ ઉતરી ગયા હતા. રોડ શો પૂરો થયો ત્યારે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના અન્ય સભ્યો સાથે ધર્મેન્દ્રસિંહ કોલેજ પહોંચ્યા હતા.  

Rajkot: CM ભૂપેન્દ્ર પટેલે રૂપાણીને નહીં પણ આ જૂના નેતા પાસે પોતાના પછી દીપ પ્રાગટ્ય કરાવ્યું,  રૂપાણીને CMની બાજુમાં પણ સ્થાન નહીં.....

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર નહોતા રહ્યા. જો કે રોડ શો પૂરો થતાં ધર્મેન્દ્રસિંહ કોલેજના કાર્યક્રમમાં રૂપાણી હાજર રહ્યા હતા. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું. રૂપાણીની સાથે વજુભાઈ વાળા પણ હાજર રહ્યા હતા.

આ રોડ શો બાદ ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે સુશાસન દિવસની પૂર્ણાહુતિનો કાર્યક્રમ તથા વિવિધ વિભાગના લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમના સ્ટેજ પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્થાન અપાયું હતું પણ ભૂપેન્દ્ર પટેલની બાજુમાં ભૂતપૂર્વ નાણાં મંત્રી વજુભાઈ વાળા અને બીજી બાજુ જીતુભાઈ વાઘાણી બેઠા હતા.  રૂપાણી વજુભાઈ વાળા પછી બેઠા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવ્યો ત્યારે પણ તેમણે વજુભાઈ વાળાને આગળ કર્યા હતા. પટેલે દીપ પ્રાગટ્ય કર્યું પછી વાળાએ મીણબત્તીથી દીપ પ્રાગટ્ય કર્યું હતું. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાથી આવ્યો એક ઈમેઈલ...અમરેલી પોલીસે પીડિતને પરત અપાવ્યા ₹11 લાખ
ઓસ્ટ્રેલિયાથી આવ્યો એક ઈમેઈલ...અમરેલી પોલીસે પીડિતને પરત અપાવ્યા ₹11 લાખ
Gujarat rain live updates: મહેમદાવાદનું કુણા ગામ બેટમાં ફેરવાયું, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Gujarat rain live updates: મહેમદાવાદનું કુણા ગામ બેટમાં ફેરવાયું, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: રાજ્યના 6 જિલ્લાઓમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યના 6 જિલ્લાઓમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Embed widget