શોધખોળ કરો

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે

મતદાર યાદી સુધારણા (SIR) કામગીરી બદલ રાજ્ય સરકારે ખાસ ભથ્થાના દરમાં વધારો કર્યો; BLO ને ₹4,000 અને સુપરવાઇઝરને ₹6,000 નું વન-ટાઇમ ખાસ ભથ્થું મળશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત સરકારે BLO ને ખાસ ભથ્થું મંજૂર કર્યું.
  • BLO ને ₹4,000, સુપરવાઇઝરને ₹6,000 ભથ્થું મળશે.
  • નિયમિત વેતન ઉપરાંત, કામગીરી સમીક્ષા બાદ ચૂકવાશે.

Gujarat BLO Special Allowance: ગુજરાતમાં ચૂંટણી પંચની મતદાર યાદીને વધુ ક્ષતિરહિત અને વિશ્વસનીય બનાવવા માટે હાથ ધરાયેલા 'મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026' (SIR) માં રાત-દિવસ એક કરતા ફિલ્ડ કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. રાજ્ય સરકારે આ કામગીરીમાં જોડાયેલા બૂથ લેવલ ઓફિસર (BLO) અને BLO સુપરવાઇઝરોના આર્થિક પ્રોત્સાહન માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.

નાણાં વિભાગની લીલી ઝંડી મળ્યા બાદ, સામાન્ય વહીવટ વિભાગ (GAD - ચૂંટણી પ્રભાગ) દ્વારા સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, રાજ્યભરના BLO અને સુપરવાઇઝરોને તેમના વાર્ષિક વેતનની સાથે હવે વધારાનું એક વખતનું ખાસ ભથ્થું (One-time Special Allowance) પણ ચૂકવવામાં આવશે.

નવા નક્કી થયેલા ખાસ ભથ્થાના દરો કેટલા છે?

અગાઉ આ કામગીરી માટે માત્ર ₹2,000 નું ભથ્થું મંજૂર કરાયું હતું. પરંતુ, નવી સૂચનાઓ મુજબ દરોમાં સુધારો કરીને મોટી રાહત આપવામાં આવી છે:

બૂથ લેવલ ઓફિસર (BLO): ₹4,000 (એક વખતનું ખાસ ભથ્થું)

BLO સુપરવાઇઝર: ₹6,000 (એક વખતનું ખાસ ભથ્થું)

(નોંધ: અગાઉ જે BLO ને ₹2,000 ચૂકવાઈ ગયા છે, તેમને હવે નિયમ મુજબ બાકીની રકમ સરભર કરીને ચૂકવવામાં આવશે.)

નિયમિત વાર્ષિક વેતનની સાથે મળશે આ 'બોનસ'

આ જાહેર કરાયેલું વિશેષ વન-ટાઇમ ભથ્થું કર્મચારીઓને દર વર્ષે મળતા નિયમિત વાર્ષિક માનદ વેતન કરતાં તદ્દન અલગ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI) ના નિયમો મુજબ, BLO માટે વાર્ષિક માનદ વેતન ₹12,000 અને BLO સુપરવાઇઝર માટે ₹18,000 નક્કી થયેલું છે. આ નક્કી થયેલા વેતનની સાથે જ હવે સરકારે જાહેર કરેલું નવું ખાસ ભથ્થું પણ ઉમેરીને અપાશે, જેથી કર્મચારીઓને બેવડો આર્થિક લાભ મળશે.

ખાતામાં સીધી રકમ જમા થવાની શરતો શું છે?

સરકારી ઠરાવ મુજબ આ ભથ્થાની ચૂકવણી માટે અમુક ચુસ્ત શરતોનું પાલન કરવાનું રહેશે:

એકસાથે ચૂકવણી: તમામ લાયક અધિકારીઓ અને કર્મચારીઓને મળવાપાત્ર વાર્ષિક માનદ વેતન અને આ ખાસ ભથ્થાની રકમ એકસાથે તેમના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે.

કામગીરીની સમીક્ષા: ચૂકવણી કરતા પહેલા મદદનીશ મતદાર નોંધણી અધિકારી (AERO) દ્વારા તમામ કર્મચારીઓની કામગીરીની સઘન સમીક્ષા કરાશે. ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ યોગ્ય કામગીરી જણાશે તો જ ચૂકવણીનો આખરી નિર્ણય લેવાશે.

નિયુક્તિ આધારિત: ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ દરમિયાન જે કર્મચારીની નિમણૂક થઈ હશે, તેમને જ આ લાભ મળશે.

પ્રમાણસર ચૂકવણી (Proportionate Payment): જો કોઈ કર્મચારીની વચ્ચે બદલી થઈ હોય અથવા ફરજમુક્ત કરાયા હોય, તો તેમણે જેટલા દિવસ ફરજ બજાવી હશે તેના આધારે જ પ્રમાણસર ચૂકવણી કરવામાં આવશે.

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) કચેરીના આ સત્તાવાર નિર્ણયથી ફિલ્ડ સ્ટાફની મહેનતનું યોગ્ય સન્માન થયું છે. આ પ્રોત્સાહનને કારણે આગામી સમયમાં મતદાર યાદી સુધારણાની કામગીરી વધુ ઝડપી અને સચોટ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.

Frequently Asked Questions

ગુજરાતમાં BLO અને સુપરવાઇઝર માટે શું નિર્ણય લેવાયો છે?

રાજ્ય સરકારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં જોડાયેલા BLO અને સુપરવાઇઝરોને વધારાનું એક વખતનું ખાસ ભથ્થું ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ ભથ્થું તેમના વાર્ષિક વેતન ઉપરાંત મળશે.

નવા નિયમો મુજબ BLO અને BLO સુપરવાઇઝરને કેટલું ખાસ ભથ્થું મળશે?

નવા નિયમો મુજબ BLO ને ₹4,000 અને BLO સુપરવાઇઝરને ₹6,000 એક વખતનું ખાસ ભથ્થું ચૂકવવામાં આવશે. અગાઉ ₹2,000 ચૂકવાયેલા BLO ને બાકીની રકમ સરભર કરાશે.

શું આ ખાસ ભથ્થું BLO ના નિયમિત વાર્ષિક વેતનનો ભાગ છે?

ના, આ વન-ટાઇમ ખાસ ભથ્થું કર્મચારીઓને દર વર્ષે મળતા નિયમિત વાર્ષિક માનદ વેતન (BLO માટે ₹12,000 અને સુપરવાઇઝર માટે ₹18,000) ઉપરાંત આપવામાં આવશે.

આ ખાસ ભથ્થાની ચૂકવણી માટેની મુખ્ય શરતો શું છે?

ભથ્થાની ચૂકવણી માટે કામગીરીની સઘન સમીક્ષા કરવી અનિવાર્ય છે. SIR કાર્યક્રમ દરમિયાન નિમણૂક થયેલા કર્મચારીઓને જ લાભ મળશે અને કામના દિવસો મુજબ પ્રમાણસર ચૂકવણી થશે.

Advertisement

ટોપ સ્ટોરી

 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
Dubai luxury Property: દુબઈમાં કેવી રીતે ખરીદી શકાય ઘર, કેટલા રૂપિયા કરવા પડે છે ઈન્વેસ્ટ?
Dubai luxury Property: દુબઈમાં કેવી રીતે ખરીદી શકાય ઘર, કેટલા રૂપિયા કરવા પડે છે ઈન્વેસ્ટ?
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
WPL ધમાલ મચાવવા આવી રહી છે 15 વર્ષની ખેલાડી, બહુ રસપ્રદ છે ઉમા કાશ્વીની કહાની
WPL ધમાલ મચાવવા આવી રહી છે 15 વર્ષની ખેલાડી, બહુ રસપ્રદ છે ઉમા કાશ્વીની કહાની
Embed widget