શોધખોળ કરો
Advertisement
'કોંગ્રેસમાંથી રાજીનામું આપતી વખતે ટિકિટની જે કંડિશન મુકાઈ હતી તેમાં અમે સફળ થયા', ટિકિટ મળ્યા બાદ ભાજપના કયા ઉમેદવારના પત્નીએ આપ્યું આ નિવેદન
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 7 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
ધારીઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 7 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ડાંગ બેઠક પરથી વિજય પટેલ, મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠક પર જે.વી.કાકડિયા ,અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા , કપરાડા બેઠક પર જીતુ ચૌધરી, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણ બેઠક પર અક્ષય પટેલને ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે. લીંબડી બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા નથી.
રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો કેસરિયો ધારણ કરનારા જે.વી.કાકડિયાને ભાજપે ધારી બેઠક પરથી ફરી ટિકિટ આપી હતી. ટિકિટ મળ્યા બાદ જે.વી.કાકડિયા પત્ની કોકિલાબેન કાકડિયાએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ કે, રાજીનામું આપતી વખતે ટિકિટની જે કંડિશન મુકાઈ હતી તેમાં અમે સફળ થયા છીએ. ભાજપ ઉપર અમે વિશ્વાસ મુક્યો હતો, ત્યારે ભાજપે પણ અમારા પર વિશ્વાસ મુક્યો છે. લોકો અમને જીતાડશે તેમ કોકિલાબેને કહ્યું હતું.
ધારી બેઠકના ભાજપના પ્રભારી ધનસુખ ભંડેરીએ પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, ભાજપને બધા બૂથમાંથી લીડ મળશે. 144 ગામડાં આ બેઠકમાં આવેલા છે, મતદાન થશે ત્યારે જે.વી. કાકડિયાનો વિજય થશે. સમગ્ર અમરેલી જિલ્લાના ભાજપના આગેવાનો એક્ટિવ છે. જે વી કાકડિયા ભાજપમાં આવ્યા તેથી સંગઠન વધુ મજબૂત બનશે.
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement