શોધખોળ કરો

1 જૂનથી ગુજરાતમાં વસ્તી ગણતરીનો આરંભ: 17 મેથી તમે ઘરે બેઠા જાતે જ 33 સવાલોના જવાબ નોંધાવી શકશો

Gujarat Census 2026: ઘરે-ઘરે જઈને ગણતરીકારો 33 પ્રશ્નો પૂછશે, ડિજિટલ મેપ પર દરેક ઘરને 'ડિજી ડોટ' તરીકે દર્શાવાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 1 જૂન, 2026 થી વસ્તી ગણતરી શરૂ થશે.
  • 17 મે થી 31 મે દરમિયાન ઓનલાઈન સેલ્ફ એન્યુમેરેશન સુવિધા.
  • ડિજિટલ મેપ પર દરેક ઘરને 'ડિજી ડોટ' તરીકે દર્શાવાશે.
  • કર્મચારીઓ ઘરે જઈને પરિવારદીઠ 33 સવાલો પૂછશે.

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન વસ્તી ગણતરીની મહત્ત્વની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. આ હાઉસ લિસ્ટિંગ ઓપરેશન અંતર્ગત કર્મચારીઓ ઘરે-ઘરે જઈને પરિવારદીઠ 33 જેટલા સવાલો પૂછશે. જોકે, નાગરિકોની સુવિધા માટે 17 મે થી 31 મે સુધી 'સેલ્ફ એન્યુમેરેશન' (Self Enumeration) સિસ્ટમ શરૂ કરાશે, જેમાં તમે ઓનલાઈન જાતે જ તમારી માહિતી નોંધાવી શકશો. આ વખતે પ્રક્રિયાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટે દરેક ઘરને મેપ પર 'ડિજી ડોટ' તરીકે દર્શાવવામાં આવશે અને સરકારે આ માટેનું બજેટ અને ટ્રેનિંગ પણ ફાળવી દીધા છે.

કઈ રીતે થશે આખી પ્રક્રિયા?

રાજ્ય સરકારના ગેઝેટ પ્રમાણે, 1 જૂનથી 30 જૂન સુધી મકાનોની ગણતરી એટલે કે 'હાઉસ લિસ્ટિંગ' ચાલશે. આમાં તમામ રહેણાંક મકાનો અને તેમાં રહેતા પરિવારોની વિગતો એકઠી કરવામાં આવશે. પરંતુ જો તમે કર્મચારી ઘરે આવે તેની રાહ જોવા ન માંગતા હોવ, તો 17 મે થી 31 મે વચ્ચે તમને જાતે જ માહિતી રજીસ્ટર કરવાની તક મળશે. તમે ઓનલાઈન સેલ્ફ એન્યુમેરેશનથી વિગતો ભરી દેશો, તો 1 જૂન પછી આવનાર કર્મચારી માત્ર તમારી માહિતી કન્ફર્મ કરશે.

સરકારની હાઈટેક તૈયારીઓ અને બજેટ

આટલી મોટી કામગીરી માટે સરકારે અત્યારથી જ કમર કસી લીધી છે. આગામી 10 મે થી 15 મે 2026 વચ્ચે ગણતરીકારો અને સુપરવાઈઝરોને ખાસ ટ્રેનિંગ અપાશે. આ વખતે કાગળના બદલે આધુનિક ટેક્નોલોજી, મોબાઇલ એપ્લિકેશન અને CMMS પોર્ટલનો ઉપયોગ થશે, જેથી રિયલ-ટાઈમ ડેટા મળી શકે. દેશભરમાં 100 રાષ્ટ્રીય ટ્રેનર્સ, 2000 માસ્ટર ટ્રેનર્સ અને 44,000 ફીલ્ડ ટ્રેનર્સ લાખો કર્મચારીઓને તાલીમ આપશે. આ કામગીરી માટે રાજ્ય સ્તરે રૂ. 10 લાખ, જિલ્લા/મહાનગરપાલિકા સ્તરે રૂ. 5 લાખ અને તાલુકા સ્તરે રૂ. 1 લાખની જોગવાઈ કરાઈ છે, જેમાંથી IT સાધનો અને વાહનોનો ખર્ચ કાઢવામાં આવશે.

ડિજિટલ મેપ અને 'ડિજી ડોટ' નો ફાયદો શું?

આ વખતની વસ્તી ગણતરીની સૌથી મોટી ખાસિયત એ છે કે તમારા ઘરને ડિજિટલ નકશા પર એક 'ડિજી ડોટ' (Digi Dot) તરીકે માર્ક કરવામાં આવશે. આનાથી ફાયદો એ થશે કે કોઈ આપત્તિ આવે ત્યારે બચાવ કામગીરીમાં, શહેરી આયોજનમાં અને સરહદના સીમાંકન વખતે સચોટ માહિતી મળી રહેશે. એટલું જ નહીં, આધાર કાર્ડ સાથે જોડાયેલા જિયો-ટેગિંગથી મતદાર યાદી વધુ સચોટ બનશે અને ડુપ્લિકેટ નામો દૂર કરવામાં પણ ઘણી મદદ મળશે. શહેરીકરણ અને લોકોના સ્થળાંતરનો સાચો ડેટા પણ આનાથી મળી શકશે.

Census 2027: ગુજરાતમાં 20 એપ્રિલથી વસતિ ગણતરી શરૂ; 33 સવાલો પૂછવામાં આવશે, જુઓ યાદી

તમને કયા 33 પ્રશ્નો પૂછવામાં આવશે?

જ્યારે ગણતરીકાર તમારા ઘરે આવશે (અથવા તમે જાતે ફોર્મ ભરશો), ત્યારે તમારે નીચે મુજબના 33 સવાલોના ફરજિયાત જવાબ આપવાના રહેશે:

  1. મકાન નંબર અથવા વસ્તી ગણતરી નંબર
  2. ઘર નંબર
  3. ઘરની મુખ્ય ફ્લોરિંગ (માળ) સામગ્રી (જેમ કે સિમેન્ટ, ગ્રેનાઈટ કે માર્બલ)
  4. ઘરની દિવાલની સામગ્રી
  5. ઘરની છતની સામગ્રી
  6. ઘરનો ઉપયોગ કયા હેતુથી થાય છે
  7. ઘરની વર્તમાન સ્થિતિ
  8. પરિવારના સભ્યોની કુલ સંખ્યા
  9. પરિવારના વડાનું નામ
  10. પરિવારના વડાનું લિંગ
  11. જાતિ (સામાન્ય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અથવા OBC)
  12. ઘરની માલિકીની સ્થિતિ (પોતાનું છે કે ભાડાનું)
  13. ઘરમાં રહેલા રૂમની કુલ સંખ્યા
  14. પરિવારમાં પરિણીત યુગલોની સંખ્યા
  15. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત
  16. પીવાના પાણીની ઉપલબ્ધતા (ઘરમાં જ છે કે બહાર)
  17. વીજળીનો મુખ્ય સ્ત્રોત
  18. શૌચાલયની ઉપલબ્ધતા
  19. શૌચાલયનો પ્રકાર
  20. ગટર અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા
  21. બાથરૂમની ઉપલબ્ધતા
  22. ઘરમાં ગેસ કનેક્શન છે કે નહીં?
  23. રસોઈ બનાવવા માટેનું મુખ્ય બળતણ
  24. રેડિયો અથવા ટ્રાન્ઝિસ્ટરની ઉપલબ્ધતા
  25. ટીવીની ઉપલબ્ધતા
  26. ઇન્ટરનેટ કનેક્શન (ઍક્સેસ) છે કે નહીં
  27. લેપટોપ અથવા કમ્પ્યુટર
  28. સામાન્ય ટેલિફોન
  29. મોબાઇલ અથવા સ્માર્ટફોન
  30. સાયકલ, સ્કૂટર અથવા મોટરસાઇકલ
  31. કાર, જીપ અથવા વાન
  32. ખોરાકમાં વપરાતું મુખ્ય અનાજ
  33. સંપર્ક માટે તમારો મોબાઇલ નંબર

Frequently Asked Questions

ગુજરાતમાં વસ્તી ગણતરી ક્યારે યોજાશે?

ગુજરાતમાં આગામી 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થશે.

નાગરિકો પોતાની માહિતી ક્યારે ઓનલાઈન ભરી શકશે?

નાગરિકો 17 મે થી 31 મે સુધી 'સેલ્ફ એન્યુમેરેશન' સિસ્ટમ હેઠળ ઓનલાઈન પોતાની માહિતી નોંધાવી શકશે.

આ વખતે વસ્તી ગણતરી કેવી રીતે ડિજિટલ બનશે?

આ વખતે પ્રક્રિયાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટે દરેક ઘરને મેપ પર 'ડિજી ડોટ' તરીકે દર્શાવવામાં આવશે અને મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ થશે.

વસ્તી ગણતરીમાં કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે?

કર્મચારીઓ ઘરે આવીને અથવા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પરિવારદીઠ 33 જેટલા સવાલો પૂછશે.

'ડિજી ડોટ' સિસ્ટમનો શું ફાયદો છે?

'ડિજી ડોટ' સિસ્ટમથી આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને મતદાર યાદીને સચોટ બનાવવામાં મદદ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget