શોધખોળ કરો

રૂપાણીએ ક્યા ટોચના નેતા વિશે કહ્યું, ...........ના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે તેથી નફ્ફટ થઈને આવાં નિવેદનો કરે છે......

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ચોંકાવનારું નિવેદન કર્યું હતું. વિજય રૂપાણી સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણી કરાઈ રહી છે તેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે.

અમદાવાદઃ  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ચોંકાવનારું નિવેદન કર્યું હતું. રૂપાણીએ કહ્યું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઘડીઓ ગણાઈ રહી છે તેથી તે નફ્ફટ થઈને આવાં નિવેદનો કરી રહ્યા છે. વિજય રૂપાણી સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણી કરાઈ રહી છે તેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે.

અમિત ચાવડાએ નિવેદન કર્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રીઓ બદલાઈ રહ્યા છે તેથી આવા કાર્યક્રમ કરીને રૂપાણીનો વિદાય સમારોહ કરી રહ્યા છે. આ સવાલના જવાબમાં વિજય રૂપાણીએ હસતાં હસતાં કહ્યું કે, હવે મારે શું કહેવું ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઘડીઓ ગણાઈ રહી છે તેથી તે નફ્ફટ થઈને આવાં નિવેદનો કરી રહ્યા છે, કોઈ મતલબ નથી. 

વિજય રૂપાણીએ ગાંધીનગરમાં પોતાની સરકારનાં પાચં વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે ગાંધીનગરમાં યોજેલા જ્ઞાનશક્તિ કાર્યક્રમ પછી પત્રકારો સાથે વાત કરતાં આ નિવેદન આપ્યું હતું. પત્રકારોએ અમિત ચાવડાના રૂપાણીના વિદાય સમારોહ અંગેની કોમેન્ટ અંગે સવાલ કરતાં રૂપાણીએ અમિત ચાવડાને નફ્ફટ ગણાવ્યા હતા.

આ પહેલાં જ્ઞાનશક્તિ કાર્યક્રમમાં બોલતાં વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારના 5 વર્ષ પૂરા થવા જઆ રહ્યા છે ત્યારે સેવા યજ્ઞ અંતર્ગત લાખો લોકોની સેવા માટે 9 દિવસ કાર્યક્રમો યોજાશે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એ વિકાસના જે પથ દર્શક તૈયાર કર્યા છે તેને આગળ વધારવાનું કામ કરી રહ્યા છીએ. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ શાનો વિરોધ કરે છે એ ખબર નથી પડી રહી માટે જ લોકો એમનો વિરોધ કરી રહ્યા છે.

વિજય રૂપાણીના અમિત ચાવડાને નફ્ફટ ગણાવતા નિવેદને ચકચાર જગાવી છે. રૂપાણીએ તેમના પ્રવચનમાં પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.  મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં રુપાણીને પાંચ વર્ષ પૂર્ણ થયાની ગાંધીનગરમાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરાઇ હતી. અગ્રેસરતાની થીમ સાથે મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિરમાં કાર્યક્રમ યોજાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
7 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી રાજ્યમાં થશે માવઠુ, હવામાન વિભાગની આગાહી
7 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી રાજ્યમાં થશે માવઠુ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: દેશના આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
Embed widget