શોધખોળ કરો
ભાજપની ભવ્ય જીત પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું આપી પ્રતિક્રિયા, ટ્વિટ કરી શું કહ્યું ? જાણો
ગુજરાતની 6 મહાનગરપાલિકાની નચૂંટણીના અત્યાર સુધીના પરિણામથી સ્પષ્ટ છે કે ભાજપની સાર્વત્રિક જીત થઈ છે.

તસવીર ટ્વિટર
ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામથી સ્પષ્ટ છે કે ભાજપની સાર્વત્રિક જીત થઈ છે. જો કે, સુરતમાં AAPની એન્ટ્રી થઈ છે. પરંતુ જોવામાં આવે તો, કોંગ્રેસની તમામ જગ્યાએ હાર થઈ છે. ભાજપની જીત બાદ મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કર્યું છે. વિજયભાઈએ ટ્વિટ કરી કહ્યું, માનનીય વડાપ્રધાનશ્રી નરેંદ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે. મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં ભાજપે શાનદાર જીત મેળવી છે. તમામ મહાનગરપાલિકામાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રીએ ગુજરાતની તમામ મનપામાં ભાજપની જીત માટે જનતાનો આભાર માન્યો છે. રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડ મુજબ તમામ મહાનગર પાલિકામાં ભાજપની જીત થશે તેવું લાગી રહ્યું છે. ભાજપે 6 મનપામાંથી 5 પર કબ્જો કરી લીધો છે જ્યારે સુરતમાં આગળ ચાલી રહ્યો છે.
વધુ વાંચો





















