શોધખોળ કરો

Gujarat cold: રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં ઠંડીનું જોર વધ્યું, અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડીગ્રીએ પહોંચ્યો

રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી સપ્તાહમાં ઠંડીનો પારો બેથી ત્રણ ડીગ્રી ઘટે તેવી શક્યતા છે. વહેલી સવારથી ઠંડા પવનો ફુકાતા હોવાથી લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે.

ગાંધીનગર:  રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી સપ્તાહમાં ઠંડીનો પારો બેથી ત્રણ ડીગ્રી ઘટે તેવી શક્યતા છે. વહેલી સવારથી ઠંડા પવનો ફુકાતા હોવાથી લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડીગ્રીએ પહોંચ્યો છે.  નલિયામાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. નલિયાનું લઘુતમ તાપમાન  4.2 ડિગ્રી પર પહોંચ્યું હતું.  ભુજનું તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું હતું.  રાજયના અનેક શહેરોનું તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચ્યું છે. રાજ્યમાં અનેક જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 

અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન ઘટી અનુક્રમે 10 અને 8.7 ડિગ્રીએ પહોંચી જતા તીવ્ર ઠંડી વર્તાઇ હતી. રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેતા લોકોએ મોડી રાત્રે અને પરોઢે કડકડતી ઠંડીનો અહેસાસ કર્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું છેકે, આગામી બે દિવસ દરમિયાન કચ્છના વિવિધ ભાગોમાં કોલ્ડ વેવની શક્યતા છે.  

Ahmedabad: કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો 

કાંકરિયા કાર્નિવલનો આજથી રંગારંગ પ્રારંભ થઈ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.  31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ ચાલશે. આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર યોજાનાર કાર્નિવલમાં લોકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. કાર્નિવલની મુલાકાત લેનાર તમામ પ્રવાસીઓને કોરોના ગાઈડલાઈનનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. તમામ લોકોને ફરજિયાત માસ્ક સાથે જ પ્રવેશ મળશે.  ઉલ્લેખનીય છે કે, આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ ગયો છે. સાંજે 6.30 કલાકે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મુકાવામાં આવ્યો છે. કાર્નિવલ આજથી 31 ડિસેમ્બર સુધી ચાલશે જેમાં મોટી સંખ્યામાં લોકો કાંકરિયા કાર્નિવલનો આનંદ માણવા માટે આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.  31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ ચાલશે.

સાઉન્ડ શો અને ફૂડ ફેસ્ટિવલ કાંકરિયા કાર્નિવલનું આકર્ષણ રહેશે. પરિસરમાં 100 વોલન્ટિયર્સ દ્વારા કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ પણ સમગ્ર સપ્તાહ દરમિયાન દર્શાવવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ દરમિયાન 100 જેટલા વોલેન્ટિયર રાખવામાં આવ્યા છે. જેઓ લોકો પાસે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવશે. કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ બનાવાયા છે. રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, સહિતના કલાકારો પોતાનું પરફોર્મન્સ પણ અહી પરફોર્મ કરશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Embed widget