Gujarat corona cases: કોરોનાના કેસમાં સતત ઘટાડો, આજે નોંધાયા 4, 205 નવા કેસ, મૃત્યુઆંકમાં પણ ઘટાડો
રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 4205 કેસ નોંધાયા છે. જેની સામે 8445 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે.
રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 4205 કેસ નોંધાયા છે. જેની સામે 8445 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 54 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9523 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.57 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 695026 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 80127 પર પહોંચ્યો છે. જેમાંથી 679 દર્દી વેન્ટિલેટર પર અને 79448 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 88.57 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશન 692, , વડોદરા કોર્પોરેશન- 380, સુરત કોર્પોરેશન-294, રાજકોટ કોર્પોરેશન- 169, વડોદરા- 165, રાજકોટ 162, સુરત 156, સાબરકાંઠા 134, પાટણ 125, જામનગર કોર્પોરેશન 118, મહેસાણા 115, પંચમહાલ 115, બનાસકાંઠા 113, આણંદ 106, કચ્છ 106, ખેડા 104, ભરુચ 100, અમરેલી 83, પોરબંદર 82, જૂનાગઢ કોર્પોરેશન 73, જામનગર 71, ભાવનગર કોર્પોરેશન 66, મહીસાગર 59, જૂનાગઢ 58, ગીર સોમનાથ 57, ભાવનગર 52, દાહોદ 49, નવસારી 49, સુરેન્દ્રનગર 47, વલસાડ 45, ગાંધીનગર 44, દેવભૂમિ દ્વારકા 43, ગાંધીનગર કોર્પોરેશન 38, નર્મદા 29, અરવલ્લી 22, અમદાવાદ 19, ડાંગ 19, છોટા ઉદેપુર 16, મોરબી 14, તાપી 12 અને બોટાદ 4 કેસ સાથે કુલ 4205 કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશન 0, વડોદરા કોર્પોરેશન- 3, સુરત કોર્પોરેશન-6, રાજકોટ કોર્પોરેશન- 3, વડોદરા- 3, રાજકોટ 2, સુરત 4, સાબરકાંઠા 1, પાટણ 1, જામનગર કોર્પોરેશન 3, મહેસાણા 2, પંચમહાલ 0, બનાસકાંઠા 3, આણંદ 0, કચ્છ 1, ખેડા 1, ભરુચ 2, અમરેલી 1, પોરબંદર 1, જૂનાગઢ કોર્પોરેશન 1, જામનગર 1, ભાવનગર કોર્પોરેશન 1, મહીસાગર 0, જૂનાગઢ 0, ગીર સોમનાથ 1, ભાવનગર 1, દાહોદ 1, નવસારી 0, સુરેન્દ્રનગર 1, વલસાડ 0, ગાંધીનગર 0, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર કોર્પોરેશન 0, નર્મદા 0, અરવલ્લી 1, અમદાવાદ 7, ડાંગ 0, છોટા ઉદેપુર 1, મોરબી 0, તાપી 0 અને બોટાદ 0 મોત સાથે કુલ 54 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
રાજ્યમાં આજે કુલ 1,47,860 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.57 ટકા છે. આજે 8,445 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે, અત્યાર સુધીમાં કુલ 6,95,026 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે.