શોધખોળ કરો

દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં રાહતદરે ઘાસચારો, પશુદીઠ 80 રૂપિયા સહાય અને રોજગારીની ખાસ જાહેરાત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મુખ્યમંત્રીએ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, રાહત કાર્ય.
  • ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹8500 સહાય, પશુઓ માટે ઘાસચારો.
  • રોજગારી, પીવા અને સિંચાઈ પાણીનું આગોતરું આયોજન કરાયું.

Gujarat drought declared: ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સરેરાશ 89 ટકા જેટલો સારો વરસાદ નોંધાયો છે. પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી ગઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓછો વરસાદ ધરાવતા રાજ્યના 4 જિલ્લાઓને સંપૂર્ણપણે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પત્રકારો સમક્ષ આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

ખેડૂતો માટે સહાય

પાક નુકસાની સહાય: SDRFના ધોરણો મુજબ અસરગ્રસ્ત પાકો માટે હેક્ટર દીઠ ₹૮,૫૦૦ ની સહાય આપવામાં આવશે (મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં).

રોજગારી સહાય: દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ગ્રામીણ લોકોને આજીવિકા મળી રહે તે માટે વી.બી.જી. રામ જી. યોજના હેઠળ ૧૫૦ માનવદિન રોજગારી અપાશે.

પશુપાલકો માટે સહાય

પશુ દીઠ દૈનિક સહાય: પશુ કેમ્પના પશુઓ માટે પશુ દીઠ રોજના ₹૮૦ ની સહાય ૨ મહિના માટે SDRFમાંથી ચૂકવાશે, અને ત્યારબાદ તેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

રાહતદરે ઘાસચારો: કિલો દીઠ માત્ર ₹૨ ના રાહતદરે ઘાસનું વિતરણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

કયા જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા?

કેન્દ્ર સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-2016 ના ધારાધોરણો મુજબ ઉચ્ચ સ્તરીય બેઠકોના અંતે આ નિર્ણય લેવાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું હોવાથી તેમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે ખેડૂતો અને પશુપાલકોના હિતને હંમેશા પ્રાથમિકતા આપી છે. આ મુશ્કેલ સમયમાં પણ સરકાર ખેડૂતોની પડખે ઊભી છે અને 01/11/2026 થી આ તમામ રાહતલક્ષી નિર્ણયોનો અમલ શરૂ કરી દેવામાં આવશે.

ખેડૂતો અને પશુપાલકો માટે મોટી આર્થિક સહાય

દુષ્કાળગ્રસ્ત જાહેર થયેલા આ ચારેય જિલ્લાઓના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. આ નુકસાની સામે રાજ્ય સરકારે એસડીઆરએફ (SDRF) ના ધોરણો મુજબ ખેડૂતોને પ્રતિ હેક્ટર 8500 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ સહાય વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે.

પશુપાલકોની ચિંતા દૂર કરવા માટે પણ સરકારે આગોતરું આયોજન કર્યું છે. વરસાદ ખેંચાતા જૂન-જુલાઈ 2026 થી જ રાજ્યમાં રાહતદરે ઘાસચારાનું વિતરણ શરૂ કરી દેવાયું હતું. દુષ્કાળ જાહેર થયેલા તાલુકાઓમાં પશુ કેમ્પના પશુઓ માટે પ્રતિદિન 80 રૂપિયાની સહાય અપાશે.

આ સહાય શરૂઆતના બે મહિના માટે SDRF માંથી ચૂકવાશે અને ત્યારબાદનો તમામ ખર્ચ રાજ્ય સરકાર જાતે ઉઠાવશે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1.21 કરોડ કિલોગ્રામ ઘાસનું માત્ર 2 રૂપિયા પ્રતિ કિલોના નજીવા દરે વિતરણ કરવામાં આવ્યું છે.

રોજગારી અને પીવાના પાણીનું આગોતરું આયોજન

હાલમાં રાજ્ય સરકાર પાસે 3 કરોડ કિલોગ્રામ જેટલો ઘાસચારો ઉપલબ્ધ છે અને જરૂર પડ્યે વધુ ઘાસ ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. આ ઉપરાંત, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સ્થાનિક સ્તરે કામ મળી રહે તે માટે વી.બી.જી. રામ જી. યોજના હેઠળ 150 માનવદિન રોજગારી આપવાનો પણ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.

ખેતી અને પીવાના પાણીની સ્થિતિ પર નજર કરીએ તો, ચાલુ વર્ષે રાજ્યના મુખ્ય 206 ડેમોમાં 66 ટકા જેટલો જળ સંગ્રહ થયો છે. ખરીફ સીઝનમાં ખેડૂતોની માંગ મુજબ 44 ડેમોના કમાન્ડ એરિયામાં સિંચાઈ માટે પૂરતું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું.

આગામી રવિ સીઝન માટે પણ સરકારે પાકું આયોજન કર્યું છે. 30/06/2027 સુધી પીવાનું પાણી અનામત રાખીને બાકીનું પાણી સિંચાઈ માટે અપાશે. જે અંતર્ગત રાજ્યના 76 ડેમોના કમાન્ડ વિસ્તારમાં ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવશે.

કયા ડેમમાંથી કેટલી વાર સિંચાઈનું પાણી મળશે?

પાણીની ઉપલબ્ધિના આધારે ખેડૂતોના પાક માટે 1 થી 4 પાણ (વખત) પાણી આપવાનું આયોજન કરાયું છે. જેમાં ઉત્તર ગુજરાતના ધરોઈ અને દાંતીવાડા સહિત 11 ડેમો, મધ્ય ગુજરાતના કરજણ અને પાનમ સહિત 12 ડેમોમાંથી પાણી અપાશે.

તેવી જ રીતે, દક્ષિણ ગુજરાતના ઉકાઈ, કાંકરાપાર અને દમણગંગા સહિત 9 ડેમોનો સમાવેશ કરાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના શેત્રુંજી, બ્રાહ્મણી અને મચ્છુ સહિત 39 ડેમો અને કચ્છ વિસ્તારના 5 ડેમોમાંથી ખેડૂતોને રવિ પાક માટે પૂરતું પાણી આપવાની વ્યવસ્થા રાજ્ય સરકારે ગોઠવી છે.

Frequently Asked Questions

કયા જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે?

રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા-2016 મુજબ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે.

દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતોને કેટલી આર્થિક સહાય મળશે?

ખેડૂતોને પાક નુકસાન સામે SDRF ના ધોરણો મુજબ પ્રતિ હેક્ટર 8500 રૂપિયાની સહાય અપાશે, જે વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં હશે.

પશુપાલકો માટે કઈ સહાયની જાહેરાત કરવામાં આવી છે?

પશુપાલકોને રાહતદરે ઘાસચારો (2 રૂ/કિલો) અને પશુ કેમ્પના પશુઓ માટે પ્રતિદિન 80 રૂપિયાની સહાય અપાશે.

આ રાહતલક્ષી નિર્ણયોનો અમલ ક્યારથી શરૂ થશે?

આ તમામ રાહતલક્ષી નિર્ણયોનો અમલ 01/11/2026 થી શરૂ કરી દેવામાં આવશે.

દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં રોજગારી માટે શું આયોજન છે?

વી.બી.જી. રામ જી. યોજના હેઠળ લોકોને સ્થાનિક સ્તરે 150 માનવદિન રોજગારી આપવાનો નિર્ણય લેવાયો છે.

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
Ahmedabad: ખરાબ રોડ રસ્તાની ફરિયાદ બાદ એક્શનમાં સરકાર, જાહેર કરી નવી SOP
Ahmedabad: ખરાબ રોડ રસ્તાની ફરિયાદ બાદ એક્શનમાં સરકાર, જાહેર કરી નવી SOP
વોટ ચોરી વિવાદ: નીતિન પટેલનો કોંગ્રેસને ઓપન ડિબેટનો પડકાર, તુષાર ચૌધરીએ ચેલેન્જ સ્વીકારી
વોટ ચોરી વિવાદ: નીતિન પટેલનો કોંગ્રેસને ઓપન ડિબેટનો પડકાર, તુષાર ચૌધરીએ ચેલેન્જ સ્વીકારી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઈથી 38600 રુપિયા તૂટ્યો ભાવ 
Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઈથી 38600 રુપિયા તૂટ્યો ભાવ 
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
Innova Hycross Facelift ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો શું થશે બદલાવ?
Innova Hycross Facelift ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો શું થશે બદલાવ?
Uttar Pradesh: રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ
Uttar Pradesh: રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ
2 વર્ષની બાળકીએ તબલા વગાડી લોકોને કર્યા મંત્રમુગ્ધ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું નામ
2 વર્ષની બાળકીએ તબલા વગાડી લોકોને કર્યા મંત્રમુગ્ધ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું નામ
Embed widget