શોધખોળ કરો

Gujarat Election 2022 : “ભાજપની સરકાર નથી બનતી બ્રેકિંગ મારવું હોય તો મારી દો”: ઇસુદાન ગઢવી, જુઓ વીડિયો

Gujarat Election 2020 : AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, હું દ્રઢતાપૂર્વક કહું છું કે, ભાજપની સરકાર નથી બનતી.

Gujarat Election 2020 : AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ abp અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે આમ આદમી પાર્ટીની સરકાર બનાવો વિશ્વાસ વ્યક્તિ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, હું દ્રઢતાપૂર્વક કહું છું કે, ભાજપની સરકાર નથી બનતી.

abp અસ્મિતા સાથે ઇસુદાન ગઢવીએ વાત કરતાં કહ્યું હતું કે, 8 ડિસેમ્બરે આપ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનાવ જઇ રહી છે. જે અમારા સૌ માટે ગૌરવની વાત છે માત્ર દસ વર્ષમાં જ તેમને આટલી સારૂ પર્ફોમ્સ આપ્યું છે. તે ગોરવાની વાત છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં તો ભાજપની બહુમતી જોવા મળી રહી છે. જો કે આ સવાલના જવાબમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કેટલીક વખત  એક્ઝિટ પોલ ખોટા પણ પડ્યા છે. સર્વે એજેન્સીના સેપમ્લ ઓછા હોય અમારી પાસે સર્વેનો વિસ્તાર મોટા છે. હાલ મેં પહેલા તબક્કાનો સર્વે કરી લીધો છે. જેમા 30 બેઠકોનો અનુમાન મળી રહ્યો છે. હજું સ્પષ્ટ તારણ સુધી મારો સર્વે નથી પહોંચ્યો. તેમણે કહ્યું હતું કે જો 9 ડિસેમ્બરે ઓછી સીટ પર જીતીશું તો પણ અને બહુમતી મળશે તો પણ અને કામ લાગી જઇશું અને 2027ની તૈયારી કરીશું

Gujarat Election 2022: જાણો ક્યા ગામોએ કર્યો મતદાનનો બહિષ્કાર અને કેટલી નોંધાઈ આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ

Gujarat Assembly Election 2022: બીજા તબક્કામાં રાજ્યના 14 જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. આ અવસરે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે મતદારો અને સમગ્ર ચૂંટણી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં આજે 14 જિલ્લાઓમાં થયેલા મતદાનમાં મતદાતાઓએ ખૂબ ઉલ્લાસપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું. 

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આજે થયેલા મતદાન અંગે મતદારોનો આભાર માનતાં જણાવ્યું હતું કે, મતદાતાઓએ પોતાની જવાબદારી સમજીને મતદાન કર્યું છે. 80 વર્ષથી વધુ વયના વડીલો તથા મતદાન મથક સુધી તકલીફ વેઠીને આવેલા દિવ્યાંગોએ ઉત્સાહથી મતદાન કર્યું છે. વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકો પર લાવવા-લઈ જવાની વ્યવસ્થા, વ્હિલ ચેરની વ્યવસ્થા જેવી સુવિધાઓ પણ કરવામાં આવી હતી. ક્યાંયથી કોઈ ફરિયાદ મળી નથી. આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં લગ્નપ્રસંગ હોવા છતાં વિધિ કરતાં કરતાં મત આપવા આવેલા તમામ વર-વધુ અને તેમના પરિવારજનોનો તેમણે આભાર માન્યો હતો. તો થર્ડ જેન્ડરના મતદારોનો પણ મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. 

પી. ભારતીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ગામમાં સમાવિષ્ટ વાડીયા ગામના નાગરિકો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. જે આજની સકારાત્મક વાત રહી હતી. આજે યોજાયેલા મતદાનમાં ચૂંટણીપંચ દ્વારા વિશેષ રૂપે સજાવાયેલા વિવિધ પ્રકારના બુથ લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સખી બુથ, યુથ બુથ, ઇકો ફ્રેન્ડલી બુથ અને મોડેલ બુથનો કન્સેપ્ટ મતદાતાઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કેટલાક મતદાન મથકો પર સેલ્ફી બુથ પણ હતા. મતદાતાઓએ ઉલ્લાસપૂર્વક સેલ્ફી બુથ પર ફોટો પડાવ્યા હતા અને પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. 

બે કે ત્રણ જગ્યાઓએ નાની-મોટી ઘટનાઓ બની તે સિવાય તમામ જગ્યાએ મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. દાહોદ જિલ્લાના ફતેપુરા અને ગાંધીનગર જિલ્લાના કલોલ વિસ્તારોમાં બે જૂથો વચ્ચે ઝપાઝપીની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. તથા પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારના વાહનના તોડફોડની ઘટના જાણવામાં આવી છે. આ ત્રણ સામાન્ય બનાવોને બાદ કરતા રાજ્યમાં અન્ય ક્યાંય કોઈ ઘટનાઓ બની નથી.

રાજ્યમાં થયેલા બીજા તબક્કાના મતદાન દરમ્યાન ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે 50થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ લાઈવ વેબકાસ્ટિંગ દ્વારા મતદાન મથકો પર ચાંપતી નજર રાખી હતી. આજે 14 જિલ્લામાં આવેલા 26,409 મતદાન મથકો પૈકી 50% થી વધારે મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાયું હતું. આમ, બીજા તબક્કામાં 13,319 મતદાન મથકો પરથી લાઈવ વેબકાસ્ટિંગ કરાયું હતું.

રાજ્યમાં મતદાનથી અળગા રહેવા અને બહિષ્કાર કરવાની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વરેઠા, ડાવોલ અને ડાલીસણા આ ત્રણ ગામના 06 બુથ પર લગભગ 5,000 જેટલા મતદારોએ મતદાનથી દૂર રહ્યા હોવાની જાણકારી મળી છે. પાણીના પ્રશ્ન અને કેટલીક સામાજિક બાબતોને લઈને આ ત્રણ ગામના લોકોએ મતદાનથી દૂર રહ્યા છે. એ સિવાય બીજે ક્યાંયથી ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાના સમાચારો નથી.

ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 38 જેટલા ECI એલર્ટ્સ આપવામાં આવ્યા હતા. જેમાં EVM અંગેના 26, મતદાન બહિષ્કાર અંગેના 02, ટોળા ભેગા થવાના 04 અને અન્ય 06 મળીને કુલ 38 એલર્ટ્સ મળ્યા હતા. તે તમામ પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરીને નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં આચારસંહિતાનો કડક અમલ કરાવવામાં આવ્યો. ફ્લાઈંગ સ્કૉડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ દ્વારા પણ ચુસ્ત નિગરાની રાખી ચકાસણી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રૂ.31.92 કરોડ રોકડ જપ્ત કરવામાં આવ્યા, રૂ. 16.40 કરોડની કિંમતનો દારૂ, રૂ. 540.63 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને રૂ. 36.51 કરોડના મૂલ્યની સોના-ચાંદી કે અન્ય મૂલ્યવાન ધાતુ કબ્જે કરવામાં આવી છે. રૂ. 176.38 કરોડની અને ચીજવસ્તુઓ સહિત અત્યાર સુધીમાં કુલ રૂ. 801.85 કરોડની કિંમતની રોકડ અને ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના બીજા તબક્કામાં અલગ અલગ પ્રકારની ફરિયાદો મળી છે. જેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું છે. આજે દિવસ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો દ્વારા 27 ફરિયાદો, અન્ય પ્રકારે 28 ફરિયાદો અને ઈમેલ દ્વારા 55 જેટલી ફરિયાદો મળી હતી. કૉલ સેન્ટર દ્વારા 39 ફરીયાદો મળી છે અને c-VIGIL મોબાઇલ એપ્લિકેશન દ્વારા 180 જેટલી ફરિયાદો મળી છે. ટેલિવિઝન અને અન્ય પ્રચાર માધ્યમો (ECI એલર્ટ્સ) દ્વારા 38 જેટલી ફરિયાદો ધ્યાનમાં આવી છે. આમ કુલ 312 જેટલી નાની-મોટી ફરિયાદો ઇલેક્શન કમિશનના ધ્યાને આવી હતી. જેનું તત્કાળ નિરાકરણ કરવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Embed widget