Gujarat Election: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ભાજપ, કોગ્રેસ અને આ વખતે ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી મેદાનમા આમાને સામને ટકરાશે. આ બધાની વચ્ચે કેજરીવાલની આપ સૌથી વધુ પુરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ખાસ વાત છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત હજુ થઇ નથી છતાં પણ આમ આદમી પાર્ટીએ અગાઉથી ગુજરાતમાં પ્રથમ બે યાદીના ઉમેદવારોને જાહેર કરી દીધા છે. માહિતી છે કે, આજે બપોરે આપ નેતાઓ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ત્રીજી યાદીને પણ જાહેર કરી શકે છે.
માહિતી પ્રમાણે, આમ આદમી પાર્ટીના નેતા અને ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયા, આપ નેતા ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ આજે બપોરે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને યાદી જાહેર કરી શકે છે. આપ વિધાનસભા માટે યોગ્ય નેતાઓને ત્રીજી યાદીમાં સ્થાન આપી શકે છે, જોકે આ યાદી કયા વિસ્તારની હશે અને કોને કોને ટિકીટ આપવામાં આવશે તેની કોઇ માહિતી સામે આવી નથી.
જાણો ત્રીજી યાદીમાં કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ ?
દિનેશ કાપડિયા - દાણીલીમડા બેઠક, અમદાવાદબિપીન ગામેતી - ખેડબ્રહ્મા બેઠક, સાબરકાંઠા
Gujarat Assembly Elections 2022 : AAPએ વિધાનસભા ચૂંટણી માટેની બીજી યાદી, કોને ક્યાંથી મળી ટિકિટ ?
અમદાવાદઃ આ અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. આપના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરીષદમાં વધુ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. અગાઉ 10 ઉમેદવાર જાહેર કર્યા હતા.
કોને ક્યાં મળી ટિકિટ
રાજુ કરપડા, ચોટિલાપિયુષ પરમાર, માંગરોળ-જૂનાગઢપ્રકાશભાઈ કોંટ્રાક્ટર- ચોર્યાસી- સુરતનિમિષાબેન ખૂંટ-ગોંડલવિક્રમ સોરાણી-વાંકાનેરકરશન કરમૂર-જામનગર ઉત્તરભરતભાઈ વાખળા- દેવગઢ બારિયાજે.જે. મેવાડા- અસારવા-અમદાવાદવિપુલ સખીયા- ધોરાજી
આ પણ વાંચો............
Ravindra Jadeja Surgery: એશિયા કપમાં ઈજાગ્રસ્ત થનાર જાડેજાની સર્જરી સફળ રહી, પોસ્ટ કરી આપી આ જાણકારી
Asia Cup 2022: હવે ભારતની ફાઈનલની ટિકિટ પાકિસ્તાનના ભરોસે? ભારત માટે હવે એશિયા કપમાં આટલી છે તક