શોધખોળ કરો

Gujarat: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને BJPએ આપી મોટી જવાબદારી, જાણો મહત્વના સમાચાર

કેંદ્રની મોદી સરકારના 9 વર્ષની થનારી ઉજવણીની જવાબદારી સોંપાઈ છે.  ઉત્તરાખંડની 3 લોકસભા બેઠકોની ઉજવણીની જવાબદારી નીતિન પટેલને સોંપાઈ છે.

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. પ્રધાનમંત્રી  મોદીના નેતૃત્વમાં  કેંદ્રમાં ફરી ભાજપ પ્રેરિત   એનડીએની સરકાર પૂર્ણ બહુમતી સાથે બને તે માટે ભાજપ દ્વારા અત્યારથી તમામ પ્રકારની  તૈયારીઓ કરવામાં આવી રહીછે.  ગુજરાતના પૂર્વ  નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ  પટેલને લોકસભાની ચૂંટણી માટે પાંચ લોકસભા બેઠકોની  જવાબદારી  સોંપવામા આવી છે.

Gujarat: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને BJPએ આપી મોટી જવાબદારી, જાણો મહત્વના સમાચાર

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 લોકસભા બેઠકોની જવાબદારી

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 લોકસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે.  કેંદ્રની મોદી સરકારના 9 વર્ષની થનારી ઉજવણીની જવાબદારી સોંપાઈ છે.  ઉત્તરાખંડની 3 લોકસભા બેઠકોની ઉજવણીની જવાબદારી નીતિન પટેલને સોંપાઈ છે.  ઉત્તરપ્રદેશની 2 લોકસભા બેઠકની ઉજવણીની તેમને જવાબદારી સોંપવામાં આવી છે.  એક મહિના સુધી ચાલનારી ઉજવણી દરમિયાન નીતિન પટેલ યુપી અને ઉત્તરાખંડનો પ્રવાસ કરશે. 

Gujarat: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને BJPએ આપી મોટી જવાબદારી, જાણો મહત્વના સમાચાર

300થી વધુ નેતાઓને લોકસભાની ચૂંટણીની જવાબદારી

ભાજપ હાઈકમાન્ડ દ્વારા દેશભરમાં 300થી વધુ નેતાઓને લોકસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામા આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  તાજેતરમાં   એવું નિવેદન આપ્યું હતું કે, ભાજપ લોકસભાની આગામી ચૂંટણી 300થી વધુ બેઠકો જીતશે. તેમના આ નિવેદનને   યથાર્થ કરવા ભાજપના  રાષ્ટ્રીય  અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા  અત્યારથી જ  તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતનાં  પાંચ નેતાઓને  લોકસભાની ચૂંટણીની જવાબદારી  સોંપવામાં આવી છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલને   ઉતરાખંડની  ટેહરી ગઢવાલ, હરિદ્વાર,  ગઢવાલ અને ઉતર પ્રદેશની મુઝફરનગર અને કૈરાના એમ પાંચ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. 

વિજયભાઈ રૂપાણીને   દિલ્હી લોકસભાની  ત્રણ બેઠકોની જવાબદારી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને  પંજાબના  પ્રભારી  વિજયભાઈ રૂપાણીને   દિલ્હી લોકસભાની  ત્રણ બેઠકોની જવાબદારી  સોંપવામાં આવી છે.  જેમાં ચાંદની ચોક, દિલ્હી નોર્થ, વેસ્ટ અને  દિલ્હી સેન્ટ્રલ એમ ત્રણ બેઠકનો સમાવેશ થાય છે. જયારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલને   ઉતરાખંડની  ટેહરી ગઢવાલ, હરિદ્વાર,  ગઢવાલ અને ઉતર પ્રદેશની મુઝફરનગર અને કૈરાના એમ પાંચ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને  પૂર્વ કેબીનેટ મંત્રી જીતુભાઈ  વાઘાણી, કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ  મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઉપરાંત  ભાવનગરનાં સાંસદ અને  ભાજપના રાષ્ટ્રીય  ઉપાધ્યક્ષ  ભારતીબેન શિયાળને પણ લોકસભાની ચૂંટણી માટે અલગ-અલગ રાજયોની  બેઠકો માટે  જવાબદારી સોંપવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget