શોધખોળ કરો

આવતીકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી

હવામાન વિભાગે ઉનાળામાં માવઠાની આગાહી કરી છે.  હવામાન વિભાગના અનુસાર આવતીકાલે સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસશે કમોસમી વરસાદ.

ગાંધીનગર: હવામાન વિભાગે ઉનાળામાં માવઠાની આગાહી કરી છે.  હવામાન વિભાગના અનુસાર આવતીકાલે સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસશે કમોસમી વરસાદ. 20 એપ્રિલે સુરત, ભરૂચ, વડોદરા, તાપી, નર્મદા, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પડશે છૂટોછવાયો વરસાદ, તો સંઘપ્રદેશ દીવમાં પણ માવઠું પડશે, જ્યારે 21 એપ્રિલે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, વલસાડ, નવસારી અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 2 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસશે. સાથે જ ભારે પવન પણ ફૂંકાશે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

બીજી તરફ રાજ્યમાં ગરમીથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ ચુક્યો છે. રાજકોટમાં તો ગરમીનો પારો 42.6 ડિગ્રી પર પહોંચી ગયો હતો. સોમવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો રાજકોટમાં ગરમીનો પારો 42.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ હતુ.

તો અમરેલીમાં પણ ગરમીનો પારો 42.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમદાવાદ અને કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 42.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગાંધીનગરમાં ગરમીનો પારો 41.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો વડોદરા અને ભૂજમાં ગરમીનો પારો 40.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. ડીસામાં ગરમીનો પારો 39 ડિગ્રી પર પહોંચ્યો હતો.

કચ્છ: જખૌ વિસ્તારના દરિયાકિનારે સ્ટેટ આઇબીને ચરસના 20 પેકેટ મળતાં એજેન્સીઓમાં દોડધામ

પાકિસ્તાન સાથે બોર્ડર ધરાવતા કચ્છ જિલ્લાના દરિયાકિનારા પરથી અવારનાવાર ચરસના પેકેટ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરીથી આજે સ્ટેટ આઈબીને ચરસના પેકેટ મળ્યા છે. જખૌના સિદોડી દરિયામાંથી વધુ 20 બિનવારસી ચરસના પેકેટ મળ્યા છે. આ 20 પેકેટમાંથી 18 પેકેટ બંધ હાલતમાં છે જ્યારે 2 પેકેટ તુટેલી હાલતમાં મળ્યા છે. જખૌ દરિયામાંથી સતત મળી આવતા ચરસના પેકેટને લઈને એજેન્સીઓ સતર્ક બની ગઈ છે. આજે મળી આવેલા 20 ચરસના પેકેટની તપાસ કરવા માટે એજેન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ સાથે જખૌ મરીન પોલિસ દ્વારા વધુ તાપસ હાથ ધરાઇ છે. 

જખૌના સિદોડી દરિયામાંથી વધુ 20 બિનવારસી ચરસના પેકેટ મળતાં હવે ફરીથી સવાલ ઉભો થયો છે કે, આ ચરસના પેકેટ ક્યાંથી આવે છે. સાથે જ એ પણ મોટો સવાલ છે કે, આ ચરસના પેકેટ દરિયામાં કેવી રીતે પહોંચે છે અને કોણ ફેંકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
Embed widget