શોધખોળ કરો

UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ

ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં લાગુ UCC લાગુ થશે,. આ માટે સરકારે કમિટીની રચન કરી છે. સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના થશે. જે 45 દિવસમાં રિપોર્ટ આપશે

UCC મુદ્દે ગુજરાત સરકારે કમિટીની રચના કરી છે. . આ કમિટી 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે. યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) મામલે ગુજરાત સરકારે કમિટીની રચના કરી હતી. ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પત્રકાર પરિષદને સંબોધતા  મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે નાગરિકોને સમાન હક મળે એ માટે UCC લાગુ કરાશે.

તેમણે કહ્યું હતું કે રાજ્યના તમામ નાગરિકોને સમાન અધિકાર આપવાનો સંકલ્પ છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યક્તા તપાસવી જરુરી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે. નિવૃત વરિષ્ઠ IAS સી.એલ.મીના, એડવોકેટ અને સામાજિક આગેવાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો કમિટીમાં સમાવેશ કરાયો છે. આ કમિટી 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે. રિપોર્ટ બાદ રાજ્ય સરકાર UCC લાગુ કરવા અંગે નિર્ણય કરશે.

તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે 2022 માં UCC ને લાગુ કરવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો છે. 2023 માં, કાયદા પંચે આ વિષય પર ફરીથી ચર્ચા કરવાનું શરૂ કર્યું. તેણે અમલીકરણ અંગે વિવિધ હિતધારકો પાસેથી નવા ઇનપુટ્સ માંગ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો પોતાનો ઈરાદો પહેલેથી જ જાહેર કરી દીધો હતો.

આ રાજ્યમાં UCC લાગુ છે
તમને જણાવી દઈએ કે આ પહેલા ઉત્તરાખંડમાં 27 જાન્યુઆરીએ UCC લાગુ કરવામાં આવ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ UCC (યુનિફોર્મ સિવિલ કોડ) પોર્ટલ અને નિયમો લોન્ચ કર્યા છે. તેમણે કહ્યું હતું કે ઉત્તરાખંડમાં UCC લાગુ કરીને અમે બંધારણના નિર્માતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ. ઉત્તરાખંડમાં UCC રાજ્ય અને તેની બહાર રહેતા રાજ્યોના રહેવાસીઓને લાગુ પડશે. જો કે, અનુસૂચિત જનજાતિને મુક્તિ આપવામાં આવી છે.

યુનિફોર્મ સિવિલ કોડ શું છે?
તમને જણાવી દઈએ કે, યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) નો અર્થ છે કે, દેશમાં રહેતા તમામ નાગરિકો માટે એક જ કાયદો હશે, પછી ભલે તે કોઈપણ ધર્મ, જાતિ અથવા લિંગ હોય. જો કોઈપણ રાજ્યમાં નાગરિક સંહિતા લાગુ કરવામાં આવે છે, તો લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતના વિભાજન તેમજ લિવ-ઈન સંબંધો જેવી બાબતોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. લગ્નની સાથે સાથે લિવ-ઇન કપલ્સ માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

ટોપ સ્ટોરી

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
માતર-તારાપુર હાઈવે પર ભયાનક અકસ્માત: ઈકો અને રિક્ષાની ટક્કરમાં 3નાં મોત, 4 ગંભીર
માતર-તારાપુર હાઈવે પર ભયાનક અકસ્માત: ઈકો અને રિક્ષાની ટક્કરમાં 3નાં મોત, 4 ગંભીર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
Embed widget