શોધખોળ કરો

Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ

Gujarat Rain Updates:  રાજ્યમાં ચોમાસાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરતાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 225 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યના ૨૨૫ તાલુકાઓમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
  • વાપીમાં સર્વોચ્ચ ૮.૫૮ ઇંચ વરસાદ, સુરત-વલસાડમાં પણ ભારે.
  • ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, વધુની આગાહી.

Gujarat Rain Updates:  રાજ્યમાં ચોમાસાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરતાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 225 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. રાજ્યના 16 તાલુકામાં 4 ઈંચથી લઈને 8.58 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે 52 તાલુકામાં 1 થી 4 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં 8.58 ઈંચ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ વરસાદ રહ્યો છે. ત્યારબાદ સુરત જિલ્લાના કામરેજમાં 6.46 ઈંચ, વલસાડ જિલ્લાના પારડીમાં 6.34 ઈંચ અને ઉમરગામમાં 6.26 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના ઘોઘામાં પણ 6.14 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં 5.91 ઈંચ, કપરાડામાં 5.79 ઈંચ, સુરત શહેરમાં 5.39 ઈંચ અને વલસાડમાં 5.28 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ખેરગામમાં 4.88 ઈંચ, અમરેલી જિલ્લાના લાઠીમાં 4.61 ઈંચ, ભાવનગરમાં 4.49 ઈંચ અને સિહોરમાં 4.45 ઈંચ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના બાબરામાં 4.37 ઈંચ અને અમરેલી શહેરમાં 4.25 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં 4.21 ઈંચ, વડોદરા જિલ્લાના શિનોરમાં 3.90 ઈંચ, મહિસાગરના ખાનપુરમાં 3.86 ઈંચ અને સાવરકુંડલામાં 3.82 ઈંચ વરસાદ વરસ્યો છે.

તાપી જિલ્લાના ડોલવણમાં 3.79 ઈંચ, વલસાડ જિલ્લાના ધરમપુરમાં 3.62 ઈંચ, વડોદરા જિલ્લાના ડભોઈમાં 3.54 ઈંચ અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં 3.39 ઈંચ અને ઉમરાળામાં 3.15 ઈંચ વરસાદ વરસ્યો છે.

નર્મદા જિલ્લાના સાગબારામાં 3.11 ઈંચ, નવસારી જિલ્લાના ગણદેવીમાં 2.95 ઈંચ અને  માળિયામાં 2.87 ઈંચ અને નવસારી શહેરમાં 2.88 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત સુરત જિલ્લાના માંગરોળમાં 2.76 ઈંચ, અમરેલી જિલ્લાના લીલીયામાં 2.68 ઈંચ  વરસાદ વરસ્યો છે. વડોદરા જિલ્લાના પાદરામાં 2.48 ઈંચ, ભરૂચ જિલ્લાના વાલિયામાં 2.48 ઈંચ, ડાંગ જિલ્લામાં 2.40 ઈંચ, નવસારી જિલ્લાના ચીખલીમાં 2.36 ઈંચ અને વડોદરા શહેરમાં 2.32 ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના વઘઈ તેમજ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને તાપી જિલ્લાના વાલોડમાં 2.20 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાનની સ્થિતિને જોતા આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે વરસાદને પગલે નદી-નાળાઓમાં પાણીની આવક વધી રહી છે અને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.                              

Frequently Asked Questions

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે?

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 225 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 16 તાલુકામાં 4 થી 8.58 ઈંચ અને 52 તાલુકામાં 1 થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ કયા સ્થળે નોંધાયો છે અને કેટલો?

રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં 8.58 ઈંચ નોંધાયો છે. આ વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન પડ્યો છે.

ભારે વરસાદથી ગુજરાતના કયા વિસ્તારો પ્રભાવિત થયા છે?

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

આગામી દિવસો માટે હવામાનની શું આગાહી છે?

આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget