શોધખોળ કરો

Monsoon Update: ગુજરાતમાં ચોમાસા માટે હજુ કેટલી જોવી પડશે રાહ? હવામાન વિભાગની નવી આગાહી

gujarat monsoon arrival date: હવામાન વિભાગની આગાહી મુજબ સત્તાવાર ચોમાસાની એન્ટ્રીમાં હજુ વિલંબ છે, પરંતુ આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમનમાં હજુ વિલંબ છે.
  • આગામી ૭ દિવસ પ્રિ-મોનસૂન વરસાદની આગાહી, રાહત મળશે.
  • ચોમાસું હાલ હરનોઈ સહિતના રાજ્યોમાંથી પસાર થઈ રહ્યું છે.
  • ૨૩ જૂન આસપાસ આગળ વધી ગુજરાતમાં પ્રવેશ કરશે.

gujarat monsoon arrival date: ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકોએ હજુ થોડી વધુ રાહ જોવી પડશે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમનના હાલ કોઈ સ્પષ્ટ અણસાર દેખાઈ રહ્યા નથી. જોકે, રાહતની વાત એ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફની સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેનાથી લોકોને ગરમીમાંથી ચોક્કસ આંશિક રાહત મળશે.

ચોમાસું ક્યાં પહોંચ્યું અને ક્યારે આગળ વધશે?

અત્યારની સ્થિતિની વાત કરીએ તો, ચોમાસું હાલ દેશના હરનોઈ, સોલાપુર, હૈદરાબાદ, રાંચી અને મુઝફ્ફરપુર પરથી પસાર થઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 જૂનની આસપાસ ચોમાસું વધુ આગળ વધે તેવા સાનુકૂળ સંજોગો સર્જાઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ વિસ્તારોને કવર કરી લેશે. ત્યારબાદ જ ગુજરાતમાં તેની એન્ટ્રી થઈ શકશે.

ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદી માહોલ?

ગુજરાતમાં સત્તાવાર ચોમાસું ભલે મોડું આવે, પણ પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યને ભીંજવતો રહેશે.

આજની સ્થિતિ: આજે ઉત્તર ગુજરાતના માત્ર 6 જિલ્લાઓને બાદ કરતાં રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને અમદાવાદ: આવતીકાલે સૌરાષ્ટ્ર પંથકના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આ સાથે જ આવતીકાલે અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાત: મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની સાથે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ પડવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે.

રાજ્યમાં હવે ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે. ગુજરાતના અમરેલી, નવસારી અને સુરત જિલ્લામાં પ્રી-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા પડ્યા છે. જ્યાં અમરેલી અને નવસારીમાં વરસાદના કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ, સુરતના બારડોલીમાં સામાન્ય વરસાદમાં જ કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા નગરપાલિકાની પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી? આગામી 3 કલાકમાં ગુજરાતના આ 10 જિલ્લામાં પડશે વરસાદ

Frequently Asked Questions

ગુજરાતમાં સત્તાવાર ચોમાસું ક્યારે આવશે?

હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમનના હાલ કોઈ સ્પષ્ટ અણસાર નથી. 23 જૂન પછી ચોમાસું આગળ વધ્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ કરી શકશે.

ગુજરાતમાં સત્તાવાર ચોમાસા પહેલા વરસાદ પડશે?

હા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય થવાથી આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ પ્રિ-મોનસૂન વરસાદની આગાહી છે. આનાથી ગરમીમાંથી આંશિક રાહત મળશે.

ચોમાસું હાલ દેશના કયા વિસ્તારો પરથી પસાર થઈ રહ્યું છે?

હાલમાં ચોમાસું દેશના હરનોઈ, સોલાપુર, હૈદરાબાદ, રાંચી અને મુઝફ્ફરપુર પરથી પસાર થઈ રહ્યું છે. 23 જૂનની આસપાસ તે વધુ આગળ વધે તેવા સંજોગો છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે?

આજે ઉત્તર ગુજરાતના 6 જિલ્લા સિવાય મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આવતીકાલે સૌરાષ્ટ્ર, અમદાવાદ અને દક્ષિણ-મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા વાહનચાલકોને સલામત માર્ગ કયારે મળશે? ક્ષતિગ્રસ્ત રોડમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા વાહનચાલકોને સલામત માર્ગ કયારે મળશે? ક્ષતિગ્રસ્ત રોડમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા
Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં
Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં
Advertisement

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget