શોધખોળ કરો

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર: ચોમાસામાં થશે વિલંબ, જાણો 7 દિવસ કેવું રહેશે હવામાન

gujarat monsoon delay: અલનીનોની અસર અને નબળા મોનસૂન ફ્લોના કારણે રાજ્યમાં નિયમિત ચોમાસું મોડું બેસશે, જોકે સાયક્લોનિક સિસ્ટમના કારણે આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં અલનીનો અસરથી ચોમાસું મોડું શરૂ થશે.
  • પાકિસ્તાન સિસ્ટમથી આગામી ૭ દિવસ વરસાદની આગાહી.
  • ૧૫-૧૭ જૂન દક્ષિણ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદ.

gujarat monsoon delay news: રાજ્યના ખેડૂતો આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છે તેવા ચોમાસાને લઈને હવામાન વિભાગે થોડા નિરાશાજનક સમાચાર આપ્યા છે. અલનીનોની અસર અને નબળા મોનસૂન ફ્લોના કારણે આ વર્ષે ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રીમાં વિલંબ થશે. જોકે, રાહતની વાત એ છે કે પાકિસ્તાન અને રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે.

ચોમાસામાં કેમ થશે વિલંબ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જતું હોય છે. પરંતુ, આ વર્ષે પરિસ્થિતિ થોડી અલગ છે. હાલમાં મોનસૂનનો ફ્લો નબળો પડી ગયો હોવાથી રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થવામાં હજુ થોડો સમય લાગશે, જેથી ખેડૂતોએ વાવણી માટે હજુ થોડી વધુ રાહ જોવી પડશે.

આગામી દિવસોમાં ક્યાં પડશે વરસાદ?

ભલે ચોમાસું મોડું બેસે, પરંતુ પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. જાણો કઈ તારીખે ક્યાં વરસાદ પડશે:

15 અને 16 જૂન: આ બે દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ - સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે જ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

17 જૂન: આ દિવસે વરસાદનો વ્યાપ થોડો વધશે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.

ચોમાસાને લઈ અંબાલાલની મોટી આગાહી

આકરી ગરમી અને બફારાનો સામનો કરી રહેલા ગુજરાતીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, રાજ્યમાં આજકાલથી જ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને 23 જૂનથી નિયમિત ચોમાસાનો પ્રારંભ થઈ જશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનતી બે નવી સિસ્ટમના કારણે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાની પૂરી શક્યતા છે, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 20 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ પડશે. ખાસ કરીને 16 જૂન સુધી ઘણા વિસ્તારોમાં ભારે પવન, ગાજવીજ અને ધૂળની ડમરીઓ (આંધી-વંટોળ) સાથે વરસાદ થવાની સંભાવના છે. આજકાલમાં જ હિંમતનગર, સાબરકાંઠાના ભાગો, પંચમહાલ, મધ્ય ગુજરાત, અમદાવાદના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામી શકે છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે અને ધીમે ધીમે કાળઝાળ ગરમીમાંથી લોકોને છુટકારો મળશે.

Frequently Asked Questions

ગુજરાતમાં ચોમાસું કેમ મોડું શરૂ થશે?

અલનીનોની અસર અને નબળા મોનસૂન ફ્લોના કારણે આ વર્ષે ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રીમાં વિલંબ થશે. સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસું બેસી જાય છે.

સત્તાવાર ચોમાસા પહેલા ગુજરાતમાં વરસાદ પડશે?

હા, પાકિસ્તાન અને રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે.

15 અને 16 જૂનના રોજ કયા વિસ્તારોમાં વરસાદ પડશે?

15 અને 16 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે.

17 જૂનના રોજ કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે?

17 જૂને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર; મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર; દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

Embed widget