શોધખોળ કરો

ખેડૂતો માટે માઠા સમાચાર: અલ નીનોને કારણે વરસાદ ઘટશે, જાણો ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી?

imd monsoon forecast 2026: હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં 19 જૂન સુધી હળવો વરસાદ પડશે, સરકારે ખેડૂતોને ઓછું પાણી માગતા પાક વાવવાની આપી સલાહ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અલ નીનો અસરથી ચોમાસું નબળું, ગુજરાતમાં ઓછો વરસાદ સંભવ.
  • સરકારે ૧૯૭ જિલ્લામાં એલર્ટ આપી ખેડૂતોને પાક સલાહ.
  • ૧૫ જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું, ૭ દિવસ હળવો વરસાદ.

imd monsoon forecast 2026: ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે ચોમાસાને લઈને થોડા ચિંતાજનક સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ વર્ષે ચોમાસા પર અલ નીનોની ઘેરી અસર રહેશે, જેના કારણે સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની પૂરી શક્યતા છે. જોકે, એક તરફ 15 જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસું બેસી જવાની સંભાવના છે અને 19 જૂન સુધી ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. પરંતુ બીજી તરફ, ઓછો વરસાદ પડવાની અને ગરમી વધવાની શક્યતાઓને જોતા સરકારે અત્યારથી જ 197 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરીને આગોતરું આયોજન શરૂ કરી દીધું છે.

અલ નીનોની અસર અને સરકારની તૈયારી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ભૂમધ્ય પ્રશાંત મહાસાગર પર અલ નીનોની સ્થિતિ સક્રિય થઈ ચૂકી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન આ સ્થિતિ વધુ મજબૂત બની શકે છે. તેના પરિણામે ચોમાસું નબળું પડશે અને અતિશય ગરમી સહન કરવાનો વારો આવી શકે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે દેશના 197 જિલ્લાઓમાં તાત્કાલિક બચાવ કામગીરી અને આકસ્મિક આયોજન માટે કડક સૂચનાઓ આપી છે. સાથે જ, ખેડૂત ભાઈઓને પણ ખાસ સલાહ અપાઈ છે કે તેઓ કઠોળ અને ઓછા પાણીએ તૈયાર થતા પાકોનું જ વાવેતર કરે, જેથી નુકસાનીથી બચી શકાય.

આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી

એક તરફ વરસાદ ખેંચાવવાની ચિંતા છે, તો બીજી તરફ મધ્ય પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આજે: રાજ્યના 13 જિલ્લાઓ તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે.

આવતીકાલે: દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની સાથે દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે.

15 જૂને: છોટાઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે? અંબાલાલ પટેલે કરી નવી આગાહી, આ તારીખ બાદ મેઘમહેરની શક્યતા

ક્યાં પહોંચ્યું છે ચોમાસું?

ચોમાસાની અત્યારની સ્થિતિ વિશે વાત કરીએ તો, મેઘરાજા મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ચૂક્યા છે. હાલ તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં સાનુકૂળ વાતાવરણ વચ્ચે ચોમાસું આગળ વધી રહ્યું છે. જો બધું બરાબર રહ્યું તો 15 જૂનની આસપાસ ગુજરાતમાં પણ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ જશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસાને લઈ મોટી આગાહી: 13 જિલ્લા એલર્ટ, આ તારીખથી ધબધબાટી બોલશે!

Frequently Asked Questions

આ વર્ષે ગુજરાતમાં ચોમાસા પર અલ નીનોની શું અસર થશે?

હવામાન વિભાગ મુજબ, અલ નીનોની ઘેરી અસરને કારણે આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની પૂરી શક્યતા છે. તેનાથી ગરમી પણ વધુ સહન કરવી પડી શકે છે.

ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થવાની અપેક્ષા છે?

જો હવામાન અનુકુળ રહેશે તો 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ શકે છે. 19 જૂન સુધી કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ઓછા વરસાદની શક્યતાને જોતા સરકારે શું તૈયારીઓ કરી છે?

સરકારે દેશના 197 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી છે. ખેડૂતોને ઓછા પાણીએ થતા પાકો વાવવાની પણ સલાહ અપાઈ છે.

આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદની શું આગાહી છે?

એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget