શોધખોળ કરો

ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ

હવામાન વિભાગની આગાહી: સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 2 થી 3 દિવસમાં મેઘરાજા આગળ વધશે, 1 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય, સાત દિવસ વરસાદ રહેશે.
  • 2-3 જુલાઈએ ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી.
  • આજે કચ્છ-મધ્ય ગુજરાત, આવતીકાલે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ.

gujarat monsoon forecast 2026: હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં દક્ષિણ ગુજરાતમાં અટકી ગયેલું ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં ફરીથી તેજ ગતિ પકડશે. સિસ્ટમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની સ્થિતિ સર્જાતા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવાથી ભારે વરસાદનો માહોલ છવાયેલો રહેશે. ખાસ કરીને 2 અને 3 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં જબરદસ્ત મેઘમહેર થવાની સંભાવના છે. દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે 1 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગે (IMD) જણાવ્યું છે કે, છેલ્લા થોડા સમયથી દક્ષિણ ગુજરાતમાં (South Gujarat Rain Alert) મેઘરાજાએ જાણે વિરામ લીધો હતો અને ચોમાસાની ગતિ ધીમી પડી હતી. પરંતુ હવે ખેડૂતો અને સામાન્ય લોકોએ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે આગામી દિવસોમાં વરસાદ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે.

આજના દિવસની વાત કરીએ તો, રાજ્યના કુલ 24 જિલ્લાઓ અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠાની સાથે મધ્ય ગુજરાતમાં દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી અને સંઘ પ્રદેશ દમણ તથા દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજા મહેરબાન થાય તેવું અનુમાન છે.

આ પણ વાંચોઃ ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!

આવતીકાલના હવામાન પર નજર કરીએ તો, સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ વરસી શકે છે. સાથે જ દાહોદ અને છોટાઉદેપુર, જ્યારે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની સંભાવના છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી

ખાસ કરીને 2 અને 3 જુલાઈએ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે. આ દિવસો દરમિયાન દરિયાકિનારાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે તોફાની પવન ફૂંકાઈ શકે છે. પવન અને ભારે વરસાદના ખતરાને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને માછીમારોને પોતાની સુરક્ષા ખાતર દરિયામાં ન જવા અપીલ કરવામાં આવી છે.

Frequently Asked Questions

ગુજરાતમાં ચોમાસું ક્યારે ફરી સક્રિય થશે?

દક્ષિણ ગુજરાતમાં અટકેલું ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં ફરી તેજ ગતિ પકડશે. સિસ્ટમમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 7 દિવસ સુધી હળવાથી ભારે વરસાદનો માહોલ રહેશે.

ગુજરાતમાં ભારે વરસાદની મુખ્ય સંભાવના કઈ તારીખો પર છે?

ખાસ કરીને 2 અને 3 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં જબરદસ્ત મેઘમહેર થવાની સંભાવના છે. આ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડી શકે છે.

માછીમારો માટે કઈ તારીખે કઈ ચેતવણી આપવામાં આવી છે?

1 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે.

આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે?

આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી અને સંઘ પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કુલ 24 જિલ્લાઓ અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદની સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget