શોધખોળ કરો

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

ગુજરાતમાં 12 ઓગસ્ટથી ટ્રાફિક ચલણ માટે નવી જનરેશનની ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 12 ઓગસ્ટથી નવી ચલણ સિસ્ટમ શરૂ થઈ.
  • ચલણ પડકારવા 45 દિવસ, ચુકવણી માટે 30 વધારાના મળશે.
  • ચલણ ન ભરાય તો ડ્રાઇવિંગ લાઇસન્સ-RC સેવાઓ અટકશે.
  • કોર્ટમાં પડકારવા 50 ટકા ચલણ રકમ ભરવી ફરજિયાત.

ગાંધીનગરથી ટ્રાફિક નિયમો સાથે જોડાયેલા વાહનચાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં 12 ઓગસ્ટથી ટ્રાફિક ચલણ માટે નવી જનરેશનની ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા હેઠળ ચલણ ભરવા તેમજ તેને પડકારવા માટે અલગ-અલગ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. નક્કી કરેલી સમયમર્યાદામાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન રજીસ્ટ્રેશન સંબંધિત સેવાઓ પર અસર પડી શકે છે.

ચલણ ભરવા માટે 75 દિવસનો સમય

નવી સિસ્ટમ હેઠળ ચલણ જારી થયાની તારીખથી કુલ 75 દિવસની અંદર તેની રકમ ભરવાની રહેશે. વાહનચાલકને પ્રથમ તબક્કામાં ચલણ સામે વાંધો ઉઠાવવા અથવા તેને પડકારવા માટે 45 દિવસનો સમય આપવામાં આવશે. જો વાહનચાલક 45 દિવસની સમયમર્યાદામાં ચલણ સામે કોઈ પડકાર નહીં કરે તો તે ચલણ સ્વીકાર્ય હોવાનું માનવામાં આવશે. ત્યારબાદ ચલણની રકમ ભરવા માટે વધારાના 30 દિવસનો સમય આપવામાં આવશે.

પડકાર નામંજૂર થાય તો પણ 30 દિવસમાં ચુકવણી

જો વાહનચાલક દ્વારા ચલણ સામે કરવામાં આવેલો પડકાર સક્ષમ સત્તાધિકારી દ્વારા નામંજૂર કરવામાં આવે તો આદેશની તારીખ બાદ ચલણની રકમ ભરવા માટે વધુ 30 દિવસની તક આપવામાં આવશે. નક્કી કરેલી સમયમર્યાદામાં ચલણ ભરવાની કાર્યવાહી નહીં કરવામાં આવે તો વાહનચાલક માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનના રજીસ્ટ્રેશન સંબંધિત કેટલીક સેવાઓ અટકાવવામાં આવી શકે છે.

વાહનના પોર્ટલ પર ‘Not to be Transacted’ નોંધ

બાકી ચલણની સ્થિતિમાં સંબંધિત વાહનના પોર્ટલ પર ‘Not to be Transacted’ નોંધ કરવામાં આવી શકે છે. એટલે કે બાકી ચલણનું નિરાકરણ ન આવે ત્યાં સુધી વાહન સંબંધિત કેટલીક પ્રક્રિયાઓ પર રોક લાગી શકે છે. જો વાહનચાલક ચલણને કોર્ટમાં પડકારવા માંગે છે, તો કોર્ટમાં જતાં પહેલાં ચલણની 50 ટકા રકમ ભરવી પડશે. ત્યારબાદ જ ચલણ સામે કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરી શકાશે.

ગંભીર કેસમાં વાહનને પોલીસ દ્વારા સીધું ડિટેઇન

વાહનના પોર્ટલ પર ‘Not to be Transacted’ નોંધ કરવામાં આવી શકે જેથી વાહનની લે-વેચ, નામ ટ્રાન્સફર કે RTO સંબંધિત કોઈ પણ કામકાજ અટકી જશે. ખૂબ જ ગંભીર કેસમાં અથવા લાંબા સમય સુધી દંડ બાકી રાખનાર વાહનચાલકોના વાહનને પોલીસ દ્વારા સીધું ડિટેઇન કરી શકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget