શોધખોળ કરો

Rain Alert: કાલે રાજ્યના 11 જિલ્લામાં વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે

Gujarat Rain: દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, અરબી સમુદ્રમાં 'લો પ્રેશર' સક્રિય; માછીમારોને ૫ દિવસ દરિયો ન ખેડવા સૂચના.

Gujarat Weather: ગુજરાતમાં આગામી ૨૭ મે સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશર સિસ્ટમના કારણે કમોસમી વરસાદની શક્યતા વધી છે, અને હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.

ગુજરાતના હવામાન વિભાગે આવતીકાલે એટલે કે આગામી ૨૭ મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જે અંતર્ગત ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની પૂરી શક્યતા વર્તાઈ રહી છે, જેને પગલે અનેક જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' અને 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યા છે.

કયા જિલ્લાઓમાં એલર્ટ:

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નીચે મુજબના જિલ્લાઓ પર વરસાદની ખાસ અસર જોવા મળશે:

  • ઓરેન્જ એલર્ટ: રાજકોટ, જુનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.
  • યલો એલર્ટ: ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો.

વરસાદ પાછળનું કારણ

અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે કમોસમી વરસાદની શક્યતા વધી છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આગામી ૨૪ કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે, જેના કારણે વરસાદનું જોર વધશે.

માછીમારોને સૂચના

દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને, માછીમારોને આગામી ૫ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.

આગામી દિવસોમાં રાજ્યભરમાં હવામાન પલટો અને કમોસમી વરસાદ જોવા મળી શકે છે, જેને પગલે ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર થવાની સંભાવના છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી ૩ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદનો માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ પછીના ત્રણ દિવસ પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.  જ્યારે સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. 

આજે એટલે કે ૨૬ મેના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.  આ ઉપરાંત, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે.  આ વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ અને પવનની ગતિ ૪૧-૬૧ કિમી પ્રતિ કલાક રહી શકે છે. 

હવામાન વિભાગે ૨૭ મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપી છે.  જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.  ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની પૂરી શક્યતા વર્તાઈ રહી છે.  આ દિવસોમાં પવનની ગતિ ૩૫-૫૦ કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. 

ખાસ કરીને ૨૭ મેના રોજ પંચમહાલ તથા દાહોદ, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓમાં અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. 

અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનતા કમોસમી વરસાદ થશે.  આગામી ૨૪ કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.  માછીમારોને આગામી ૫ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂચ અને સુરત જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ વિસ્તારોમાં પવનની ગતિ ૪૦ કિમી પ્રતિ કલાક કે તેથી ઓછી રહી શકે છે. 

ટોપ સ્ટોરી

હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક
Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક
Gujarat BJP: વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં, 182 બેઠકો પર મોકલશે 2-2 સેવાદૂત
Gujarat BJP: વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં, 182 બેઠકો પર મોકલશે 2-2 સેવાદૂત

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન
IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Geyser Safety Tips: ઠંડીમાં વધી જાય છે ગીઝર બ્લાસ્ટનો ખતરો, ઉપયોગ કરતા સમયે ના કરો આ ભૂલ
Geyser Safety Tips: ઠંડીમાં વધી જાય છે ગીઝર બ્લાસ્ટનો ખતરો, ઉપયોગ કરતા સમયે ના કરો આ ભૂલ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Embed widget