શોધખોળ કરો

આજે LRD ની પરીક્ષામાં ભૂલથી પણ સાથે ન રાખતા આ વસ્તુઓ, ભરતી બોર્ડની સૂચના

gujarat police lrd written exam 2026: 14 જૂને રાજ્યના 879 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા; ઉમેદવારોને સમયસર પહોંચવા અને અફવાઓથી દૂર રહેવા ભરતી બોર્ડની ખાસ અપીલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • LRD ની ૧૨,૭૩૩ જગ્યાઓ માટે ૧૪ જૂને પરીક્ષા.
  • ૨.૬૩ લાખથી વધુ ઉમેદવારો ૮૭૯ કેન્દ્રો પર પરીક્ષા આપશે.
  • ઉમેદવારોએ સમયસર પહોંચી, પ્રતિબંધિત વસ્તુઓ ટાળવી, અફવાઓથી બચવું.

gujarat police lrd written exam 2026: ગુજરાતમાં પોલીસની નોકરી મેળવવાનું સપનું જોતા લાખો યુવાનો માટે આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનો છે. લોકરક્ષક દળ (LRD) ની 12,733 જગ્યાઓ માટે આવતીકાલે, 14 જૂને રાજ્યભરમાં લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે. આ પરીક્ષામાં 2.63 લાખથી વધુ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ઉમેદવારોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ખાસ માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.

2.63 લાખ ઉમેદવારો આપશે લેખિત પરીક્ષા

પોલીસ ભરતી બોર્ડની જાહેરાત (GPRB/202526/1) મુજબ, ગત 2 એપ્રિલ, 2026 ના રોજ લોકરક્ષક કેડરની શારીરિક કસોટીનું પરિણામ જાહેર થયું હતું. આ કસોટીમાં પાસ થયેલા કુલ 2,63,345 ઉમેદવારો હવે લેખિત પરીક્ષા આપશે. જેમાં 1.73 લાખથી વધુ પુરુષો અને 89,405 જેટલી મહિલા ઉમેદવારો સામેલ છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે રાજ્યભરની 879 જેટલી શાળાઓ અને કોલેજોમાં પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે.

ઉમેદવારો માટે બોર્ડની ખાસ સૂચનાઓ

પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે બોર્ડે કેટલીક અગત્યની સૂચનાઓ આપી છે:

સમયસર પહોંચવું: ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર વહેલા પહોંચી જવું, જેથી બાયોમેટ્રિક અને વેરિફિકેશનની પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય અને બધું સમયસર પૂરું થઈ શકે.

પ્રતિબંધિત વસ્તુઓ ન લઈ જવી: કોલ લેટરમાં જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારનું પ્રતિબંધિત સાહિત્ય (કાપલીઓ) કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે ન રાખવા કડક સૂચના અપાઈ છે.

અફવાઓથી બચવું: પરીક્ષા અંગેની કોઈપણ પ્રકારની સચોટ માહિતી માટે ઉમેદવારોએ ફક્ત ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ (gprb.gujarat.gov.in) અને તેમના સત્તાવાર X (Twitter) એકાઉન્ટ પર જ વિશ્વાસ રાખવો. અફવાઓ પર ધ્યાન ન આપવું.

આ સાથે જ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેને લોકરક્ષક કેડરની આ લેખિત પરીક્ષા આપવા જઈ રહેલા તમામે-તમામ ઉમેદવારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

આ પણ વાંચોઃ ગુજરાત LRD પરીક્ષાની તારીખ જાહેર: 14 જૂને લેખિત પરીક્ષા, આ દિવસથી મળશે કોલલેટર

કઈ કેડરમાં કેટલી જગ્યાઓ છે? (કુલ 12,733 જગ્યાઓ)

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942

હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2458

હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF): 3002

જેલ સિપાહી (પુરુષ): 300

જેલ સિપાહી (મહિલા/મેટ્રન): 31

આ પણ વાંચોઃ PSI LRD ફિઝિકલ ટેસ્ટનું રિઝલ્ટ જાહેર: 1.10 લાખ પાસ, જુઓ તમારું નામ લિસ્ટમાં છે કે નહીં?

Frequently Asked Questions

લોકરક્ષક દળ (LRD) ની લેખિત પરીક્ષા ક્યારે યોજાશે?

લોકરક્ષક દળ (LRD) ની 12,733 જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા આવતીકાલે, 14 જૂને રાજ્યભરમાં યોજાશે. 2.63 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે.

LRD માં કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી થવાની છે?

લોકરક્ષક દળ (LRD) માં કુલ 12,733 જગ્યાઓ માટે ભરતી થવાની છે. આ જગ્યાઓમાં બિન હથિયારી, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીનો સમાવેશ થાય છે.

લેખિત પરીક્ષામાં કેટલા ઉમેદવારો ભાગ લેશે?

શારીરિક કસોટીમાં પાસ થયેલા કુલ 2,63,345 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. જેમાં 1.73 લાખથી વધુ પુરુષો અને 89,405 મહિલા ઉમેદવારો સામેલ છે.

ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર વહેલા પહોંચવું જોઈએ. કોલ લેટરમાં જણાવ્યા મુજબ કોઈ પ્રતિબંધિત સાહિત્ય કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે ન રાખવી.

LRD પરીક્ષા સંબંધિત સત્તાવાર માહિતી ક્યાંથી મેળવી શકાય?

LRD પરીક્ષા અંગેની સચોટ માહિતી માટે ઉમેદવારોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ (gprb.gujarat.gov.in) અને તેમના સત્તાવાર X એકાઉન્ટ પર જ વિશ્વાસ રાખવો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget