શોધખોળ કરો

સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

હવામાન વિભાગની આગાહી: ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા, તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 30 મેથી ગુજરાતમાં પ્રી-મોનસૂન વરસાદની શરૂઆત.
  • ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ.
  • વરસાદ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો.
  • ત્રણ દિવસ બાદ ગરમી અને બફારાથી રાહત.

gujarat pre monsoon activity: રાજ્યમાં કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહેલા લોકો માટે એક બહુ સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 30 મેથી ગુજરાતમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીની (ચોમાસા પહેલાના વરસાદની) શરૂઆત થવા જઈ રહી છે. એટલે કે, 30 મેથી લઈને 2 જૂન સુધી ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ વરસાદ પડ્યા બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેથી લોકોને આકરી ગરમીમાંથી મોટી રાહત મળશે.

હાલ પૂરતી ગરમીમાંથી કોઈ જ રાહત નહીં

અત્યારે ભલે વરસાદની આગાહી થઈ હોય, પરંતુ આગામી 3 દિવસ સુધી તો ગરમીમાંથી કોઈ જ રાહત મળવાની શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે રાજ્યનું તાપમાન યથાવત રહેશે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ગરમ અને ભેજવાળો ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે લોકોને ભારે બફારા અને અકળામણનો સામનો કરવો પડશે. 3 દિવસ પછી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે ત્યારે જ થોડી ઠંડક અનુભવાશે.

જાણો કયા દિવસે ક્યાં પડશે પ્રી-મોનસૂન વરસાદ?

હવામાન વિભાગે તારીખ મુજબ અલગ-અલગ જિલ્લાઓમાં આગાહી કરી છે, જે નીચે મુજબ છે:

30 મે: પ્રી-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થતા જ 30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

31 મે: આ દિવસે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરની સાથે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી છે.

1 જૂન: જૂન મહિનાની શરૂઆતમાં વરસાદનું જોર થોડું વધી શકે છે. 1 જૂને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની પૂરી શક્યતા છે.

માવઠાનો આ દૌર શરૂ થાય તે પહેલાંના દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ તદ્દન અલગ અને અકળાવનારું રહેશે. 27 અને 28 મેના રોજ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં હવામાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે રહેશે. આને કારણે દરિયાકિનારે વસતા લોકોએ ભારે બફારા, અસહ્ય ઉકળાટ અને ગરમ હવામાનનો સામનો કરવો પડશે.

આ પણ વાંચોઃ આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી

Frequently Asked Questions

ગુજરાતમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી ક્યારથી શરૂ થશે?

ગુજરાતમાં 30 મેથી પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે.

પ્રી-મોનસૂન વરસાદ પછી તાપમાનમાં કેટલો ઘટાડો થશે?

પ્રી-મોનસૂન વરસાદ પડ્યા બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આનાથી લોકોને ગરમીમાંથી રાહત મળશે.

આગામી 3 દિવસ સુધી ગરમીમાંથી રાહત મળશે?

ના, આગામી 3 દિવસ સુધી ગરમીમાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. તાપમાન યથાવત રહેશે અને ભેજવાળા પવનને કારણે બફારો અનુભવાશે.

1 જૂનના રોજ કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે?

1 જૂનના રોજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

ટોપ સ્ટોરી

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget