શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, જાણો હવામાન વિભાગે વરસાદને લઈ શું કરી આગાહી ?

ગુજરાતમાં હજુ કમોસમી વરસાદ પડશે.  હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે.  હવામાન વિભાગના અનુસાર, ક્લાઈમેટ ચેન્જના કારણે ભરઉનાળે કમોસમી વરસાદ પડી રહ્યો છે. 

ગાંધીનગર: ગુજરાતમાં હજુ કમોસમી વરસાદ પડશે.  હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે.  હવામાન વિભાગના અનુસાર, ક્લાઈમેટ ચેન્જના કારણે ભરઉનાળે કમોસમી વરસાદ પડી રહ્યો છે. 
 
હવામાન વિભાગના મતે કમોસમી વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે. આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે.   ત્યારબાદ બે દિવસ તાપમાનનો પારો સ્થિર રહેશે.   કમોસમી વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.. દરિયાઈ વિસ્તારમાં મે મહિનામાં તાપમાન સામાન્ય કરતાં નીચું રહેશે.

અમરેલી સહિત સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના ખેડૂતોની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. આગામી સમયની અંદર કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતોમાં વધુ એક વાર મુશ્કેલી વધી છે.  સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના 27 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં અમરેલીના ધારીમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સાવરકુંડલામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

અન્ય વિસ્તારમાં વરસાદની વાત કરીએ તો ગઢડામાં દોઢ ઇંચ, બરવાવાળામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે અમરેલી, નખત્રાણા, લાઠી, કલ્યાણપુર, જસદણમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. વલ્લભીપુર, ઉમરગા, વિલિયા, ખાંભા, અંજારમાં પા-પા ઇંચ વરસાદ પડ્યો છે.

વલસાડમાં ભારે વરસાદ

વલસાડ શહેરના તિથલ રોડ કચેરી રોડ તિથલ વિસ્તાર કોલેજ કેમ્પસ વિસ્તાર મોટા બજાર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઉનાળામાં ભર ચોમાસા જેવી સ્થિતિ છે. અચાનક વરસાદને લઈને વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદ પડવાને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હાલ ખેડૂતો કેરી પાડવાની તૈયારી કરી રહ્યા છે.

સમગ્ર દેશનું વાતાવરણ

સોમવારે સમગ્ર દેશમાં હવામાનની સ્થિતિ ખૂબ જ ખુશનુમા રહી હતી. વરસાદના ઝાપટાથી દિવસની આકરી ગરમીમાંથી રાહત મળી હતી. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે હવામાનને લઈને કરાયેલી આગાહી પણ રાહત આપનારી છે. હવામાન વિભાગે મંગળવારે (2 મે) સમગ્ર દેશમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે વિભાગે આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનને લઈને રાહતની આગાહી કરી છે. આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચે રહેવાની અથવા સામાન્ય રહેવાની સંભાવના છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget