શોધખોળ કરો

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

પેસિફિક મહાસાગરનું વાવાઝોડું હટતા હવે 13 ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં જમાવટ કરશે મેઘરાજા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચક્રવાત ફંટાયું, ૧૩ ઓગસ્ટ સુધી ગુજરાતમાં સારો વરસાદ.
  • ૧૩ ઓગસ્ટ સુધી મધ્ય, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.
  • ૧૭, ૧૮, ૧૯ અને ૨૨, ૨૩ ઓગસ્ટે પણ વરસાદ પડશે.
  • ઓગસ્ટ અંત તથા સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં સારો વરસાદ.

Ambalal Patel rain forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો અને લોકો માટે એક ખુશખબર આપી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જે વરસાદ ખેંચાયો હતો, તેનું મુખ્ય કારણ પેસિફિક મહાસાગરમાં ઉદભવેલું એક વાવાઝોડું હતું. આ વાવાઝોડું અરબ સાગર અને બંગાળની ખાડીનો બધો ભેજ પોતાની તરફ ખેંચી લેતું હતું, જેના લીધે આપણા ત્યાં સારો વરસાદ થવામાં મોટો અંતરાય ઊભો થયો હતો. પણ હવે રાહતના સમાચાર એ છે કે આ વાવાઝોડું દક્ષિણ ચીન તરફ ફંટાઈ ગયું છે. આથી, બંગાળની ખાડીમાં ફરીથી નવી સિસ્ટમ બનવાની પૂરી શક્યતા છે અને 13 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ફરી એકવાર સારો વરસાદ જોવા મળશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, આજથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજાની મહેર શરૂ થઈ જવાની શક્યતા છે. 13 ઓગસ્ટ સુધીમાં તો મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આટલું જ નહીં, પાટણ, સમી અને હારીજના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ જામશે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ સમયગાળામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ ખાબકવાની શક્યતા રહેલી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

14 ઓગસ્ટ પછીનો માહોલ જોઈએ તો, બંગાળના ઉપસાગરમાં એક નવું 'લો પ્રેશર' સર્જાશે. જોકે, તેની સૌથી વધુ અસર પૂર્વ ભારતના રાજ્યોમાં જોવા મળશે. પરંતુ આપણા ગુજરાતમાં 17, 18 અને 19 ઓગસ્ટે વાતાવરણ ફરીથી પલટાશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. ત્યારબાદ 22 અને 23 ઓગસ્ટના રોજ પણ સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

મહિનાના અંતમાં એટલે કે 31 ઓગસ્ટે 'પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર' બેસશે, જેના કારણે પણ વરસાદ થવાના યોગ છે. જોકે અંબાલાલ પટેલ જણાવે છે કે આ નક્ષત્રમાં પડેલા વરસાદનું પાણી એટલું સારું ગણાતું નથી. આ પછી સપ્ટેમ્બર મહિનામાં પણ મેઘરાજા વિરામ લેવાના મૂડમાં નથી. 2 અને 7 સપ્ટેમ્બરે ફરીથી હવામાનમાં મોટો પલટો આવશે. એકંદરે જોઈએ તો, આખો સપ્ટેમ્બર મહિનો રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ લઈને આવશે તેવી પ્રબળ શક્યતા છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

Frequently Asked Questions

ઓગસ્ટની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદ કેમ ખેંચાયો હતો?

પેસિફિક મહાસાગરમાં ઉદભવેલા વાવાઝોડાને કારણે અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ તે પોતાની તરફ ખેંચી લેતું હતું. આથી ગુજરાતમાં સારો વરસાદ થઈ શક્યો નહોતો.

ગુજરાતમાં ફરી સારો વરસાદ ક્યારે જોવા મળશે?

આજથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજાની મહેર શરૂ થવાની શક્યતા છે. 13 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ફરી એકવાર સારો વરસાદ જોવા મળશે.

13 ઓગસ્ટ સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે?

મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડશે. સાબરકાંઠા અને અરવલ્લીમાં સૌથી વધુ વરસાદની શક્યતા છે.

ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરમાં વરસાદની શું શક્યતા છે?

31 ઓગસ્ટે 'પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર' બેસશે, જેનાથી વરસાદના યોગ છે. સપ્ટેમ્બર મહિનામાં પણ 2 અને 7 સપ્ટેમ્બરે હવામાનમાં પલટો આવશે અને આખો મહિનો ભારે વરસાદ લઈને આવશે તેવી શક્યતા છે.

ટોપ સ્ટોરી

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget