શોધખોળ કરો

Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

Gujarat Rain Forecast : આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Rain Forecast :  ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થશે.  અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદના રૌદ્ર સ્વરૂપની શક્યતાને જોતા દક્ષિણ ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો હોવાથી માછીમારોને પણ આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે. આજે એટલે કે 22 જુલાઈના રોજ પણ અનેક જિલ્લાઓમાં મેઘમહેર થવાની પૂરી સંભાવના છે, જેના માટે વિસ્તારો પ્રમાણે એલર્ટ જાહેર કરાયા છે.

હવામાન વિભાગની આજની આગાહી પર નજર કરીએ તો, આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. નવસારી અને વલસાડ જિલ્લા માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે સુરત, તાપી અને ડાંગ માટે હવામાન વિભાગે 'ઓરેન્જ એલર્ટ' આપ્યું છે. આ સિવાય રાજ્યના અન્ય 10 જિલ્લાઓ એવા છે જ્યાં આજે વરસાદને લઈને 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે.

આજે આ જિલ્લામાં રેડ એલર્ટ
 22 જુલાઈએ એટલે કે આજે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની  સંભાવના છે. આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી હવામાન વિભાગે અહીં 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.

આ પણ વાંચો'માનતાથી નહીં, મહેનતથી નસીબ બદલાશે', અંધશ્રદ્ધા છોડી દીકરા-દીકરીઓને ભણાવવા ગેનીબેન ઠાકોરની મહિલાઓને ટકોર

આજે આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
મધ્ય અને દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર જોવા મળશે. 22 જુલાઈના રોજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.

આ જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ
અમદાવાદ અને ગાંધીનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં પણ મધ્યમ  વરસાદ થવાની શક્યતા  છે. આજે  અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, વડોદરા અને ભરૂચ જિલ્લા માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આમ, આગામી બે દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget