શોધખોળ કરો

Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?

Gujarat Rain Forecast: એક સાથે બે સિસ્ટમના કારણે રાજ્યમાં એક સપ્તાહ વરસાદ વરસશે. આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 15-20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન સંભવિત છે.
  • રાજ્યમાં 10 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
  • કેરળથી ચોમાસું ગોવા પહોંચ્યું, મુંબઈમાં પણ ટૂંકમાં આવશે.
  • રાજસ્થાનમાં પ્રી-મોન્સૂન વરસાદ, જુલાઈમાં ચોમાસું પહોંચશે.

Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે  રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે સંકેત આપ્યા હતા કે ગુજરાતમાં 15 જૂને ચોમાસુ બેસવાની સંભાવના છે. એક સાથે બે સિસ્ટમના કારણે રાજ્યમાં એક સપ્તાહ વરસાદ વરસશે. આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદની આગાહી કરાઈ છે. આજે અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. 

રાજ્યમાં 10 જૂન સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં 10 જૂન સુધી વરસાદની આગાહી કરાઈ છે. જમ્મુ-કશ્મીર, દક્ષિણ રાજસ્થાન અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ મોટાભાગના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 

કેરલમમાં ત્રણ દિવસ મોડા આગમન બાદ હવે ચોમાસાએ ગતિ પકડી છે. કર્ણાટકના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોને પાર કરી ચોમાસું સમય પર ગોવા પહોંચી ગયું છે. અહીં ચોમાસાનું આગમન સામન્ય રીતે પાંચ જૂન થાય છે. કેરલમના દરિયાકાંઠાથી 35 કિલોમીટર દૂર સમુદ્રમાં ચોમાસું 12 દિવસ સુધી અટવાયું હતું. જો કે કેરલમમાં પહોંચ્યાના પહેલા જ દિવસે તે 580 કિલોમીટરની દરિયાઈ પટ્ટી પર છવાઈ ગયું અને બીજા દિવસે કર્ણાટકની 350 કિલોમીટરની દરિયાઈ પટ્ટી પાર કરી તે ગોવા પહોંચ્યું અને 10-11 જૂનની આસપાસ મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે...તો 15થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. જો કે કેરલમમાં ચોમાસાન આગમન બાદ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દિલ્હી-NCR સહિત 27 રાજ્યોમાં કરા સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

રાજસ્થાનમાં ચોમાસું જુલાઈના પ્રથમ સપ્તાહમાં પહોંચશે. તે પહેલા જ રાજ્યમાં પ્રિમોન્સૂન વરસાદની શરૂઆત થઈ ચુકી છે. રાજસ્થાનના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બિકાનેર, ચુરુ, હનુમાનગઢ, ભિલવાડા જયપુર સહિતના શહેરોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બિકાનેરના લુણકરણસરમાં ભારે વરસાદથી રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ચુરુમાં પણ ભારે પવન સાથે વરસાદથી સ્થિતિ વિકટ બની હતી. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં આંધી અને વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આઠ જૂન સુધી રાજસ્થાનમાં આંધી અને વરસાદની આગાહી કરાઈ છે.

Frequently Asked Questions

ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થવાની સંભાવના છે?

હવામાન વિભાગે 15 થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતા વ્યક્ત કરી છે. અગાઉ 15 જૂનનો સંકેત આપવામાં આવ્યો હતો.

રાજ્યમાં આગામી કેટલા દિવસ સુધી વરસાદની આગાહી છે?

હવામાન વિભાગે રાજ્યમાં 10 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. એક સાથે બે સિસ્ટમના કારણે એક સપ્તાહ વરસાદ વરસશે.

આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે?

આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન છે.

અમદાવાદમાં આજે કેટલું તાપમાન રહેવાનું અનુમાન છે?

આજે અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાનું અનુમાન છે.

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Embed widget