શોધખોળ કરો

ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે રાજ્યમાં મૂશળધાર વરસાદની આગાહી; ખેડૂતો માટે આગામી સમયગાળો અત્યંત નિર્ણાયક સાબિત થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વરસાદના વિરામ બાદ ખેડૂતોને ભાદરવા માસમાં રાહત.
  • ૧૧ સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.
  • ૧૨-૧૫ સપ્ટેમ્બર ખેતી માટે નિર્ણાયક, વરસાદી માહોલ ચાલુ રહેશે.

gujarat rain forecast: ગુજરાતમાં ચાલુ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 76 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જોકે, છેલ્લા ઘણા સમયથી વરસાદે મોટો વિરામ લીધો હોવાથી અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા કચ્છ જેવા વિસ્તારોમાં વરસાદની ભારે ઘટ હોવાના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા. વરસાદ ખેંચાતા પાક સુકાવાની ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ, લાંબા વિરામ બાદ હવે ખેડૂતો અને સામાન્ય જનતા માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં ભાદરવો મહિનો વરસાદથી ભરપૂર રહેવાની પૂરેપૂરી સંભાવના છે.

હાલમાં રાજ્યભરમાં ગરમી અને અસહ્ય બફારાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને 6 થી 10 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન અમદાવાદ, ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોના હવામાનમાં પલટો આવશે અને હળવા વરસાદની શક્યતા છે. પરંતુ, અસલી જળબંબાકાર 11 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. બંગાળના ઉપસાગરમાં એક અત્યંત મજબૂત લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. 11 સપ્ટેમ્બરના રોજ આ નવી સિસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ ખાબકશે. આ દિવસે અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે 12 સપ્ટેમ્બરે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર થવાની પ્રબળ સંભાવના છે.

ખેતી અને પાક માટે 12 થી 15 સપ્ટેમ્બરનો સમયગાળો ગુજરાત માટે અત્યંત નિર્ણાયક બની રહેશે. બંગાળની ખાડીમાં બનેલી આ મજબૂત હવામાન સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણ તરફ આગળ વધશે, જેની સીધી અસર મહારાષ્ટ્રની સાથે સાથે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો પર જોવા મળશે. આ સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર પરથી પસાર થઈને અરબી સમુદ્ર તરફ આગળ વધે તેવી ધારણા છે. જો કોઈ અન્ય ભૌગોલિક પરિબળ આ સિસ્ટમને નબળી નહીં પાડે, તો પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખેડૂતોના ઊભા પાક માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થશે.

આગામી સમયના હવામાનની વાત કરીએ તો, 18 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ છૂટાછવાયા ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. ત્યારબાદ 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે પણ રાજ્યના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. આમ, સપ્ટેમ્બરના બીજા પખવાડિયાથી લઈને ઓક્ટોબરની શરૂઆત સુધી હવામાનમાં સતત ફેરફારો જોવા મળશે.

Frequently Asked Questions

ગુજરાતમાં હાલ વરસાદની સ્થિતિ કેવી છે અને ખેડૂતો શા માટે ચિંતિત હતા?

ચાલુ સીઝનમાં સરેરાશ 76% વરસાદ નોંધાયો છે, પરંતુ લાંબા વિરામથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ હતી. પાક સુકાવાની ભીતિને કારણે ખેડૂતો ચિંતિત હતા, પરંતુ હવે રાહતના સમાચાર છે.

રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત ક્યારથી થશે અને કયા વિસ્તારો પ્રભાવિત થશે?

11 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરની મજબૂત સિસ્ટમથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની ચેતવણી છે.

ખેડૂતોના ઊભા પાક માટે આગામી વરસાદ કેટલો મહત્વનો છે?

12 થી 15 સપ્ટેમ્બરનો સમયગાળો ખેતી માટે અત્યંત નિર્ણાયક છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી આવનારો વરસાદ ઉભા પાક માટે 'કાચા સોના સમાન' સાબિત થશે.

સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબરની શરૂઆતમાં હવામાન કેવું રહેશે?

18 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી માહોલ રહેશે. ત્યારબાદ 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

Advertisement

ટોપ સ્ટોરી

'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Narmada: નર્મદા જંગલ જમીન ખેડાણ વિવાદમાં મનસુખ વસાવા ફરી મેદાને, ખેડૂતોને લડત આપવા કર્યું આહ્વાન
Narmada: નર્મદા જંગલ જમીન ખેડાણ વિવાદમાં મનસુખ વસાવા ફરી મેદાને, ખેડૂતોને લડત આપવા કર્યું આહ્વાન
બગદાણા ગુરૂઆશ્રમ ફરી વિવાદમાં, સ્થાનિક કોળી સમાજના પ્રતિનિધિને ટ્રસ્ટમાં સામેલ કરવા માંગ
બગદાણા ગુરૂઆશ્રમ ફરી વિવાદમાં, સ્થાનિક કોળી સમાજના પ્રતિનિધિને ટ્રસ્ટમાં સામેલ કરવા માંગ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
Embed widget