શોધખોળ કરો

Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન નાઉ કાસ્ટ

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નાઉ કાસ્ટ જાહેર કર્યું છે. જેમાં રાજ્યના 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે ગુજરાતના 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું.
  • વધુ 10 જિલ્લામાં આગામી ત્રણ કલાક હળવા વરસાદની શક્યતા છે.
  • રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
  • ચોમાસામાં અત્યાર સુધી સરેરાશ કરતાં 9 ટકા વધુ વરસાદ નોંધાયો.

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નાઉ કાસ્ટ જાહેર કર્યું છે. જેમાં રાજ્યના 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 10 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બોટાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદી માહોલ રહેવાની આગાહી છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

10 જિલ્લાઓમાં યેલો એલર્ટ

રાજ્યના અન્ય 10 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, વડોદરા, આણંદ, મહેસાણા, પાટણ, ભરૂચ અને સુરતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નાઉ કાસ્ટ મુજબ બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ખાસ કરીને ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા હોવાથી સ્થાનિક તંત્ર અને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. 

આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદની સંભાવના

ગુજરાત પર લો પ્રેશર, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે. આ સિસ્ટમની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. 

આ પણ વાંચો-IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

ચોમાસાની આ સિઝનમાં ગુજરાતમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો સ્થિતિ એકંદરે ઘણી સારી રહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર: અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 491.2 mm (એટલે કે આશરે 19.64 ઈંચ) વરસાદ ખાબકી ચૂક્યો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 450.5 mm વરસાદ થવો જોઈએ. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. આંકડા મુજબ, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં સિઝનનો સરેરાશ વરસાદ હજુ પણ 13 ટકા જેટલો ઓછો નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન નાઉ કાસ્ટ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Embed widget