શોધખોળ કરો
Advertisement
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વાપીમાં એક જ રાતમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો
વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા થતા વાપી અને વલસાડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વાપીમાં એક જ રાતમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વાપી, વલસાડ અને પારડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
વલસાડઃ સમગ્ર રાજય પર મહેરબાન થયેલા મેઘરાજા હાલ દક્ષિણ ગુજરાત પર વિશેષ હેત વરસાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા થતા વાપી અને વલસાડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વાપીમાં એક જ રાતમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વાપી, વલસાડ અને પારડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડના ઉમરગામમાં 3 ઇંચ, કપરાડામાં 1.76 ઇંચ, ધરમપુરમાં 3.6 ઇંચ, પારડીમાં 7.72 ઇંચ, વલસાડમાં 4.4 ઇંચ, વાપીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
વલસાડમાં ભારે વરસાદથી પારડી તાલુકાના અંબાચ ગામનું તળાવ ઓવર ફ્લો થયું છે. તળાવનું વરસાદી પાણી રોડ પર વહી રહ્યું છે. ડાંગના સાપુતારામાં ઝરમર વરસાદ સાથે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. વીઝીબીલીટી ઓછી હોવાના કારણે અકસ્માતનો ભય છે. સાપુતારામાં પ્રવાસીઓ કુદરતી સૌંદર્યની મજા લેવા ઉમટી પડ્યા છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં રાતે 12 થી 3 સુધી 6 ઈંચ વરસાદ પડ્યો હતો.
મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત આવતી કઈ કઈ ટ્રેનો કરવામાં આવી રદ, જાણો વિગતે
ગુજરાતમાં આજે અને આવતીકાલે કઈ કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ ? હવામાન વિભાગે શું કરી છે આગાહી, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement