શોધખોળ કરો

PM સૂર્ય ઘર યોજના: માત્ર ₹5400માં ઘરની છત પર લાગશે સોલાર સિસ્ટમ? જાણો કોને મળશે લાભ

ગુજરાત સરકાર દ્વારા સોલાર પેનલ લગાવવા માટે નવી 1,000 કરોડ રૂપિયાની વધારાની સબસિડીની જાહેરાત. જાણો સામાન્ય અને SC/ST વર્ગના પરિવારોને કેટલી નાણાકીય સહાય મળશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત સરકારે સોલાર પેનલ માટે ₹1000 કરોડની સબસિડી જાહેર કરી.
  • પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ વધારાની સહાય અપાશે.
  • સામાન્ય 10%, SC/ST 5% ચૂકવશે, બાકી સરકાર આપશે.
  • પીએમ સૂર્ય ઘર પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકાય છે.

Gujarat solar panel subsidy: આજના સમયમાં વધતા જતા વીજળીના બિલ માત્ર ઉનાળામાં જ નહિ, પરંતુ શિયાળામાં પણ લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. શિયાળામાં ગીઝર અને હીટર જેવા ઉપકરણોના સતત ઉપયોગને કારણે વીજળીનું બિલ ઘણું વધારે આવે છે.

આ સમસ્યામાંથી કાયમી રાહત મેળવવા માટે હવે મોટાભાગના લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવી રહ્યા છે. જો તમે પણ ગુજરાતના રહેવાસી છો અને સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક ખૂબ જ ખાસ અને ઉપયોગી અપડેટ છે.

ગુજરાત સરકારે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત 1,000 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવાની મોટી જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે, સોલાર પેનલ લગાવવા પાછળ થતા લોકોના ખર્ચમાં હવે નોંધપાત્ર ઘટાડો થશે.

આ નવી સહાયથી રાજ્યના લાખો પરિવારોને સીધો આર્થિક ફાયદો થવાની પૂરી અપેક્ષા છે. ચાલો વિગતવાર જાણીએ કે સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી કયા વર્ગને કેટલી સબસિડી મળશે.

સામાન્ય અને SC/ST વર્ગ માટે સબસિડીની વિગતો

ગુજરાત સરકારની આ નવી સિસ્ટમ હેઠળ દરેક વર્ગને એકસરખી સબસિડી મળશે નહીં. સામાન્ય શ્રેણી (General Category) ના પરિવારોએ સૌર સિસ્ટમની નક્કી કરેલી કિંમતના માત્ર 10 ટકા રકમ પોતાના ખિસ્સામાંથી ચૂકવવાની રહેશે.

1 કિલોવોટ સોલાર સિસ્ટમ: આ સિસ્ટમની નિશ્ચિત કિંમત 54,000 રૂપિયા છે. જેમાં સામાન્ય શ્રેણીના પરિવારે માત્ર 5,400 રૂપિયા ચૂકવવા પડશે.

2 કિલોવોટ સોલાર સિસ્ટમ: આ મોટી સિસ્ટમની નિશ્ચિત કિંમત 1,07,200 રૂપિયા છે. જેમાં સામાન્ય શ્રેણીના પરિવારે 10,720 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) વર્ગના પરિવારોને સરકાર તરફથી વિશેષ રાહત આપવામાં આવી છે. આ વર્ગના પરિવારોએ સિસ્ટમની કિંમતના માત્ર 5 ટકા જ ચૂકવવાના રહેશે.

1 કિલોવોટ સોલાર સિસ્ટમ: આ સિસ્ટમની નિશ્ચિત કિંમત 54,000 રૂપિયા છે. પરંતુ SC/ST પરિવારે પોતાના ખિસ્સામાંથી માત્ર 2,700 રૂપિયા જ આપવા પડશે.

2 કિલોવોટ સોલાર સિસ્ટમ: આ સિસ્ટમની કિંમત 1,07,200 રૂપિયા છે. જેની સામે SC/ST પરિવારે માત્ર 5,360 રૂપિયા ચૂકવવાના રહેશે.

અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય કે બાકીની રકમ કોણ ચૂકવશે? તો તમને જણાવી દઈએ કે, સોલાર પેનલનો બાકીનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અપાતી સબસિડીમાંથી આવરી લેવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા

આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કેટલાક જરૂરી દસ્તાવેજો હોવા ફરજિયાત છે. જેમાં તમારું તાજેતરનું વીજળી બિલ, આધાર કાર્ડ, બેંક પાસબુક અને ચાલુ હોય તેવો મોબાઈલ નંબર હોવો જરૂરી છે. આ ઉપરાંત અન્ય કયા દસ્તાવેજોની જરૂર પડશે, તેની સચોટ માહિતી તમે સત્તાવાર પોર્ટલ પર જઈને ચકાસી શકો છો.

અરજી કેવી રીતે કરવી?

સૌ પ્રથમ તમારે કેન્દ્ર સરકારના સત્તાવાર 'પીએમ સૂર્ય ઘર પોર્ટલ' પર જવાનું રહેશે.

ત્યાં તમારા રાજ્યનું નામ, વીજળી કંપનીનું નામ અને તમારો વીજ ગ્રાહક નંબર (કન્ઝ્યુમર નંબર) દાખલ કરો.

ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને દાખલ કરીને રજિસ્ટ્રેશન પૂરું કરો.

ફોર્મમાં માંગેલી બધી જ વિગતો ધ્યાનથી ભરો અને તમારી અરજી સબમિટ કરો.

અરજી કર્યા બાદ તમારે વીજળી કંપની તરફથી ટેકનિકલ મંજૂરી (Technical Approval) મળવાની રાહ જોવી પડશે.

મંજૂરી મળી ગયા પછી, પોર્ટલ પર નોંધાયેલા અધિકૃત વિક્રેતા (Vendor) પાસેથી નિયમો અનુસાર સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કરાવો.

સોલાર સિસ્ટમ લાગી ગયા પછી, નેટ મીટર લગાવવા માટે ફરીથી અરજી કરો.

અંતે, કમિશનિંગ સર્ટિફિકેટ મળી ગયા બાદ તમારી બેંકની વિગતો પોર્ટલ પર સબમિટ કરો.

Frequently Asked Questions

ગુજરાત સરકાર દ્વારા સોલાર પેનલ સબસિડી અંગે શું જાહેરાત કરવામાં આવી છે?

ગુજરાત સરકારે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ સોલાર પેનલ માટે ₹1,000 કરોડની વધારાની સબસિડી જાહેર કરી છે. આનાથી સોલાર પેનલ લગાવવાનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટશે.

સોલાર પેનલ લગાવવા માટે વિવિધ વર્ગના પરિવારોએ કેટલી રકમ ચૂકવવી પડશે?

સામાન્ય શ્રેણીના પરિવારોએ સિસ્ટમના નિર્ધારિત ખર્ચના 10% ચૂકવવા પડશે. જ્યારે SC/ST વર્ગના પરિવારોએ ફક્ત 5% જ ચૂકવવાના રહેશે. બાકીનો ખર્ચ સરકાર સબસિડી દ્વારા ઉઠાવશે.

સોલાર પેનલ સબસિડી યોજનાનો લાભ લેવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે?

આ યોજનાનો લાભ લેવા માટે તાજેતરનું વીજળી બિલ, આધાર કાર્ડ, બેંક પાસબુક અને ચાલુ મોબાઈલ નંબર જેવા દસ્તાવેજો ફરજિયાત છે. અન્ય માહિતી સત્તાવાર પોર્ટલ પર ઉપલબ્ધ છે.

સોલાર પેનલ સબસિડી માટે કેવી રીતે અરજી કરી શકાય છે?

પીએમ સૂર્ય ઘર પોર્ટલ પર જઈને રાજ્ય, વીજ કંપની અને ગ્રાહક નંબર દાખલ કરો. OTP દ્વારા રજિસ્ટર કરી વિગતો ભરી સબમિટ કરો. પછી ટેકનિકલ મંજૂરી બાદ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવો.

Advertisement

ટોપ સ્ટોરી

દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
Advertisement

વિડિઓઝ

Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઈથી 38600 રુપિયા તૂટ્યો ભાવ 
Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઈથી 38600 રુપિયા તૂટ્યો ભાવ 
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
Innova Hycross Facelift ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો શું થશે બદલાવ?
Innova Hycross Facelift ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો શું થશે બદલાવ?
Embed widget