શોધખોળ કરો

ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત

રૂપાલ, અંજાર અને ગીર સહિતના ધાર્મિક-ઐતિહાસિક સ્થળોએ યાત્રાળુઓની સુવિધાઓ વધારવા કરોડો રૂપિયા ફાળવાયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત સરકારે ૧૦ ધાર્મિક અને પ્રવાસન સ્થળોના વિકાસને મંજૂરી આપી.
  • નાયબ મુખ્યમંત્રીએ કરોડોના ખર્ચે માળખાકીય સુવિધાઓ વિકસાવવા મંજૂરી આપી.
  • યાત્રાળુઓ, પર્યટકોની સુખાકારી અને સગવડોમાં નોંધપાત્ર વધારો થશે.
  • આ વિકાસથી સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને પણ વેગ મળશે.

Gujarat pilgrimage development: રાજ્યમાં આવેલાં પ્રાચીન, પવિત્ર અને ઐતિહાસિક ધરોહર સમાન સ્થળોના સર્વાંગી ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર સતત સંકલ્પબદ્ધ રહીને આગળ વધી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ પ્રવાસન અને યાત્રાધામ ક્ષેત્રે માળખાકીય પરિવર્તન લાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. આ વિકાસયાત્રાને નવી ગતિ આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આવેલા 10 મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રવાસન સ્થળો ખાતે આધુનિક સુવિધાઓ ઊભી કરવા માટે કરોડો રૂપિયાના મહત્વકાંક્ષી વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ગુજરાતભરમાં વસતા લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટકોની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે.

સરકાર દ્વારા મંજૂર કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સ અને તેના માટે ફાળવાયેલી નાણાકીય જોગવાઈની વિગતો નીચે મુજબ છે:

  • અનલગઢ કિલ્લો અને મહાકાળી માતાજી મંદિર, ગોંડલ (જિ. રાજકોટ): રાજકોટ જિલ્લાના ઐતિહાસિક મહત્વ ધરાવતા અનલગઢ કિલ્લા પરિસર અને મહાકાળી મંદિર વિસ્તારના આધુનિકીકરણ તથા નવનિર્માણ અર્થે રૂ. 5.06 કરોડની વહીવટી સ્વીકૃતિ આપવામાં આવી છે.
  • મહીસાગર નદી ઘાટ વિકાસ, ભાદરવા (જિ. વડોદરા): વડોદરાના સાવલી તાલુકા સ્થિત ભાદરવાના ચેહર માતા મંદિર પાસે ભક્તોની સગવડ માટે સુંદર ઘાટ, વોક-વે, પેવર બ્લોક, સુરક્ષા રેલિંગ અને સુશોભિત લેન્ડસ્કેપિંગ તૈયાર કરવા રૂ. 3.31 કરોડ મંજૂર કરાયા છે.
  • ગોવર્ધન પર્વત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, અંજાર (જિ. કચ્છ): કચ્છના ઐતિહાસિક અંજાર ખાતે પ્રવાસનને નવું આકર્ષણ આપવા ‘ડેવલપમેન્ટ ઓફ ગોવર્ધન પર્વત’ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 12.98 કરોડના ખર્ચે વિવિધ કામો હાથ ધરાશે.
  • શ્રી મહાકાળી માતાજી મંદિર (મીની પાવાગઢ), ઉમરેચા (જિ. મહેસાણા): સતલાસણા તાલુકાના ઉમરેચા ગામે ભક્તોની સુરક્ષા હેતુ હાઈ માસ્ટ લાઈટ, સ્ટ્રીટ લાઈટ્સ, અદ્યતન વાયરિંગ, ડ્રેનેજ તથા કર્બ બીમ જેવા પાયાના કામો માટે રૂ. 50 લાખની રકમ ફાળવાઈ છે.
  • શ્રી ગોરા રામજી મંદિર, ધરમપુર (જિ. વલસાડ): આ પૌરાણિક મંદિરના પ્રથમ માળ અને છતનું સમારકામ, પ્લાસ્ટરિંગ, રંગકામ, ફ્લોરિંગ અને છતના પતરાં સહિતના નવીનીકરણ માટે રૂ. 18.91 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે.
  • શ્રી ઉનાઈ માતાજી મંદિર સંકુલ વિકાસ, વાંસદા (જિ. નવસારી): પ્રસિદ્ધ તીર્થધામ ઉનાઈ ખાતે આવેલા શ્રી રામચંદ્રજી મંદિર, હનુમાનજી મંદિર, પ્રદક્ષિણા પથ, ભવ્ય પ્રવેશદ્વાર, કલ્ચરલ હોલ, ભોજનાલય, સુરક્ષા દીવાલ અને ગ્રંથાલય (લાયબ્રેરી) સહિતના સર્વગ્રાહી નિર્માણ માટે રૂ. 5.03 કરોડ મંજૂર થયા છે.
  • શ્રી જોધલપીર મંદિર નવનિર્માણ, કેસરડી (જિ. અમદાવાદ): બાવળા તાલુકાના કેસરડી ગામ ખાતે આસ્થાના કેન્દ્ર સમાન શ્રી જોધલપીર મંદિર પરિસરના ભવ્ય નવનિર્માણ અને પ્રવાસી સુવિધાઓ ઊભી કરવા રૂ. 21.75 કરોડનું મોટું ભંડોળ સ્વીકૃત કરાયું છે.
  • શ્રી વરદાયિની માતાજી મંદિર સર્વગ્રાહી વિકાસ, રૂપાલ (જિ. ગાંધીનગર): પલ્લી મેળા માટે વિશ્વવિખ્યાત રૂપાલ ખાતે વરદાયિની માતાજી પરિસરને યાત્રાળુઓ માટે અતિઆધુનિક બનાવવાના હેતુથી રૂ. 35 કરોડના વ્યાપક વિકાસ પ્રોજેક્ટને બહાલી મળી છે.
  • શ્રી વાળીનાથ મહાદેવ મંદિર સોલાર પ્રોજેક્ટ, તરભ (જિ. મહેસાણા): વિસનગરના તરભ સ્થિત વાળીનાથ ધામને હરિત ઊર્જાથી સજ્જ કરવા 100 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ અને વિદ્યુતીકરણ માટે રૂ. 2.68 કરોડ મંજૂર કરાયા છે.
  • આઈકોનિક ડેવલપમેન્ટ ઑફ ગ્રેટર ગીર પ્રોજેક્ટ: ગીર અને તેની આસપાસના સમૃદ્ધ કુદરતી પ્રદેશમાં પ્રવાસનને વૈશ્વિક ફલક પર પહોંચાડવા માટે રૂ. 46.91 કરોડના તોતિંગ ખર્ચે અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે.

આ તમામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થતાં યાત્રાળુઓની મુસાફરી વધુ સુગમ અને આરામદાયક બનશે. આ પ્રોજેક્ટ્સ રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાની સાથે સ્થાનિક કક્ષાએ રોજગારી અને અર્થતંત્રને પણ અભૂતપૂર્વ બળ પૂરું પાડશે.

Frequently Asked Questions

ગુજરાત સરકાર યાત્રાધામોના વિકાસ માટે કયા પગલાં લઈ રહી છે?

ગુજરાત સરકાર રાજ્યના પ્રાચીન, પવિત્ર અને ઐતિહાસિક સ્થળોના સર્વાંગી ઉત્કર્ષ માટે સંકલ્પબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રવાસન અને યાત્રાધામ ક્ષેત્રે માળખાકીય પરિવર્તન લાવવા વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે.

હાલમાં કેટલા ધાર્મિક અને પ્રવાસન સ્થળો માટે વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે?

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આવેલા 10 મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રવાસન સ્થળો ખાતે આધુનિક સુવિધાઓ ઊભી કરવા માટે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

આ વિકાસ કાર્યોથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને શું લાભ થશે?

આ નિર્ણયથી ગુજરાતભરમાં વસતા લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટકોની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે. આ પ્રોજેક્ટ્સથી યાત્રાળુઓની મુસાફરી વધુ સુગમ અને આરામદાયક બનશે.

ગાંધીનગરના રૂપાલ ખાતેના વરદાયિની માતાજી મંદિરના વિકાસ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે?

પલ્લી મેળા માટે વિશ્વવિખ્યાત રૂપાલ ખાતે વરદાયિની માતાજી પરિસરને યાત્રાળુઓ માટે અતિઆધુનિક બનાવવાના હેતુથી રૂ. 35 કરોડના વ્યાપક વિકાસ પ્રોજેક્ટને બહાલી મળી છે.

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Amit Shah: અમિત શાહનો ગુજરાત પ્રવાસ, અમદાવાદમાં કૉમનવેલ્થ ગેમ્સ અને ગૃહ વિભાગની કરશે સમીક્ષા બેઠક
Amit Shah: અમિત શાહનો ગુજરાત પ્રવાસ, અમદાવાદમાં કૉમનવેલ્થ ગેમ્સ અને ગૃહ વિભાગની કરશે સમીક્ષા બેઠક
Banaskantha: જુનાડીસામાં નાઈટ સફારી પ્રૉજેક્ટ માટે દબાણો હટશે, સરકારે 140 પરિવારોને ફાળવ્યા નવા પ્લોટ
Banaskantha: જુનાડીસામાં નાઈટ સફારી પ્રૉજેક્ટ માટે દબાણો હટશે, સરકારે 140 પરિવારોને ફાળવ્યા નવા પ્લોટ
જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી બાળ-હાથી 'માયા' માટે આશાનું કિરણ બન્યું વનતારા, કેરળથી એરલિફ્ટ કરાઇ
જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી બાળ-હાથી 'માયા' માટે આશાનું કિરણ બન્યું વનતારા, કેરળથી એરલિફ્ટ કરાઇ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
Embed widget