શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat: ગુજરાતમાં આ તારીખે વરસશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલે કરી આગાહી

અંબાલાલ પટેલે હળવાથી ભારે અને તોફાની વરસાદની આગાહી કરી હતી

ગાંધીનગરઃ રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે આગામી 25થી 29 મેના રોજ કમોસમી વરસાદ વરસશે. અંબાલાલ પટેલે હળવાથી ભારે અને તોફાની વરસાદની આગાહી કરી હતી. અરબી સમૃદ્રમાં સર્જાયેલા હવાના દબાણના કારણે વરસાદ વરસશે.

અંબાલાલ પટેલના મતે ભારે વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે કેરળમાં 5થી 15મી જૂન આસપાસ ચોમાસુ શરૂ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Update: હવામાન વિભાગનો અનુમાન, આ વિસ્તારમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Weather Update:રાજ્યમાં  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની ગતિ તેજ થઇ શકે છે. જેને લઇને કોસ્ટલ વિસ્તારમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ સ્થિતિના કારણે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમ કે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.

ભેજના ઉંચા પ્રમાણને લીધે રાજ્યભરમાં આકરા તાપની સાથે અસહ્ય બફારાનો અનુભવ થઇ શકે છે. સાત શહેરો તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંઘાયો છે. ગઇ કાલની તાપમાનની સ્થિતિ પર નજર કરીએ તો  43.2 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું આકરા તામાનને લીધે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. 42.5 ડિગ્રી સાથે પાટનગર ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડે તેવી હવામાન વિભાગની આગાહી કરી છે.

આજથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટવાની શક્યતા છે.  અરબી સમુદ્રમાં સક્રિય થનારા મોનસૂન ટ્રફનો છેડો ગુજરાત સુધી લંબાતા 28થી 30 મે સુધી અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાની સંભાવના છે.

હવામાનના વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં 8 જૂનથી પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થઇ શકે છે. જેને લઇને રાજ્યભરમાં પ્રિમોન્સપ્લાન મામલે પણ કામગીર થઇ રહી છે. ચોમાસામાં ભરાતા વરસાદી પાણીને લઈને સુરત મહાનગર પાલિકા આ વખતે સજાગ બની છે. આ મુદ્દે  કમિશનરની કડક સૂચના અપાઇ છે. કહ્યું જે પણ વિસ્તારમાં પાણી ભરાશે તેની જવાબદરી ઝોન અધિકારીની રહેશે. ચોમાસામાં પાણી ભરાશે તો  જે તે વિસ્તારના જવાબદાર અધિકારીનો  સામે  કાર્યવાહી કરવામાં આવશે. ઝોનના  અધિકારીએ વરસાદી જાળિયાની સફાઇ થઇ ગયાના પ્રમાણપત્રો મેળવવા પડશે. ઉલ્લેખનિય છે કે, કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં આ  નિર્ણય લેવાયો હતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclonic Storm Fengal: ચક્રવાત ફેંગલના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી 
Cyclonic Storm Fengal: ચક્રવાત ફેંગલના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી 
સુરતમાં ત્રણ બાળકીના એકસાથે રહસ્યમય મૃત્યુ, આઇસ્ક્રિમ ખાધા બાદ  લથડી હતી તબિયત
સુરતમાં ત્રણ બાળકીના એકસાથે રહસ્યમય મૃત્યુ, આઇસ્ક્રિમ ખાધા બાદ લથડી હતી તબિયત
Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત
Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત
Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ નેતાને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- તારી પાસે માત્ર 24 કલાક છે
Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ નેતાને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- તારી પાસે માત્ર 24 કલાક છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News : મહુવા TDO પ્રકાશ મહાલાને પરિમલ પટેલે મારી દીધા 5 ફડાકા, જુઓ અહેવાલJunagadh Gadi Controversy | મહંત તનસુખગિરિ દેવલોક પામવાને લઈ હોસ્પિટલે કર્યો સૌથી મોટો ધડાકોSurat Murder Case : સુરતમાં દત્તક પુત્રે જ કરી નાંખી પિતાની હત્યા, કારણ જાણીને ચોંકી જશોCyclone Fengal : દ. ભારત પર વાવાઝોડાનો ખતરો, 80 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, ક્યાં ક્યાં અપાયું એલર્ટ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclonic Storm Fengal: ચક્રવાત ફેંગલના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી 
Cyclonic Storm Fengal: ચક્રવાત ફેંગલના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી 
સુરતમાં ત્રણ બાળકીના એકસાથે રહસ્યમય મૃત્યુ, આઇસ્ક્રિમ ખાધા બાદ  લથડી હતી તબિયત
સુરતમાં ત્રણ બાળકીના એકસાથે રહસ્યમય મૃત્યુ, આઇસ્ક્રિમ ખાધા બાદ લથડી હતી તબિયત
Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત
Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત
Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ નેતાને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- તારી પાસે માત્ર 24 કલાક છે
Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ નેતાને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- તારી પાસે માત્ર 24 કલાક છે
PFમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં સરકાર, આ લિમિટ થઈ શકે છે દૂર, કરોડો નોકરીયાતોને થશે ફાયદો
PFમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં સરકાર, આ લિમિટ થઈ શકે છે દૂર, કરોડો નોકરીયાતોને થશે ફાયદો
Bank Holiday: ડિસેમ્બરમાં 17 દિવસ બેંકો રહેશે બંધ, રજાની તારીખો જાણીલો નહીં તો અટવાઈ જશે તમારા કામકાજ
Bank Holiday: ડિસેમ્બરમાં 17 દિવસ બેંકો રહેશે બંધ, રજાની તારીખો જાણીલો નહીં તો અટવાઈ જશે તમારા કામકાજ
Health Tips:  5 રોગોને ઠીક કરે છે કિસમિસ, નિયમિત સેવનથી મળશે આશ્ચર્યજનક ફાયદા
Health Tips: 5 રોગોને ઠીક કરે છે કિસમિસ, નિયમિત સેવનથી મળશે આશ્ચર્યજનક ફાયદા
Crime News: માત્ર 200 રૂપિયા માટે દેશ સાથે દગો! પાકિસ્તાની એજન્ટોને ગુપ્ત માહિતી આપતા યુવકની ગુજરાત ATSએ કરી ધરપકડ
Crime News: માત્ર 200 રૂપિયા માટે દેશ સાથે દગો! પાકિસ્તાની એજન્ટોને ગુપ્ત માહિતી આપતા યુવકની ગુજરાત ATSએ કરી ધરપકડ
Embed widget