શોધખોળ કરો
Advertisement
ત્રણ દિવસ બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
રાજયમાં આજે 7.8 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડું શહેર રહ્યું છે. નલિયાનું 9.2 ડિગ્રી, ગાંધીનગરનું 9.5 ડિગ્રી, ડીસાનું 10.7 ડિગ્રી, રાજકોટનું 11.5 ડિગ્રી, અમદાવાદનું 11.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ બાદ ફરી ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ત્રણ દિવસ બાદ ખાસ કરીને કચ્છ અને નલિયામાં ઠંડીનું પ્રમાણ વધશે. ગત સપ્તાહે રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્યના 7 શહેરોમાં લધુતમ તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ગયો હતો. નલિયામાં તાપમાનનો પારો ગગડતા લોકોએ હાજ થીજાવતી ઠંડીનો અનુભવ કર્યો. ગત સપ્તાહ નલિયાનું તાપમાન સરેરાશ 4.3 ડિગ્રી નોંઘાયું હતું.
રાજયમાં આજથી ત્રણ દિવસ ઠંડીમાં રાહત અનુભવાશે. હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. ત્રણ દિવસ બાદ ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. રાજયમાં આજે 7.8 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડું શહેર રહ્યું છે. નલિયાનું 9.2 ડિગ્રી, ગાંધીનગરનું 9.5 ડિગ્રી, ડીસાનું 10.7 ડિગ્રી, રાજકોટનું 11.5 ડિગ્રી, અમદાવાદનું 11.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion