શોધખોળ કરો

ગુજરાતના હવામાનમાં અચાનક પલટો! આગામી 3 કલાકમાં 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી

Gujarat weather update: અમદાવાદ હવામાન વિભાગ દ્વારા સાંજે 4 થી 7 વાગ્યા સુધીનું 'નાઉકાસ્ટ' જાહેર કરાયું છે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરી.
  • રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ.
  • દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં અસર જોવા મળશે.
  • પશુ-પક્ષીઓ અને વાહનવ્યવહાર પર અસરની શક્યતા.

Gujarat weather update: ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર વરસાદી માહોલની આગાહી કરી છે. આજે (5 મે, 2026) સાંજે 4 વાગ્યાની આસપાસ ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા એક 'નાઉકાસ્ટ' એટલે કે તાત્કાલિક આગાહી બહાર પાડવામાં આવી છે. આ આગાહી પ્રમાણે આગામી 3 કલાક સુધી એટલે કે સાંજે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવો વરસાદ પડવાની પૂરી સંભાવના છે.

હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, આ 3 કલાકના સમયગાળા દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે જ હળવો વરસાદ (5 મીમી/કલાકથી ઓછો) અને સામાન્ય ગાજવીજ થવાની શક્યતા છે. જોકે, રાહતની વાત એ છે કે વાદળમાંથી જમીન પર વીજળી પડવાના ચાન્સ 30% થી પણ ઓછા છે. વાતાવરણમાં અચાનક પલટો આવવાથી લોકોને થોડી હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

કયા વિસ્તારોમાં થશે અસર?

હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની સાથે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણ પલટાઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવા વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ બાજુ જોઈએ તો, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.

ગુજરાતમાં માવઠાની આગાહી: 10 જિલ્લામાં યલો એલર્ટ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન!

શું અસર થશે અને શું સાવચેતી રાખવી?

આ હળવા વરસાદ અને તેજ પવનને કારણે સ્થાનિક જનજીવન પર થોડી અસર પડી શકે છે. રસ્તાઓ પર પાણી ભરાવાની કે કચરાના કારણે ગટરો જામ થવાની સામાન્ય સમસ્યા સર્જાઈ શકે છે. વાહનવ્યવહાર અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં થોડો વિક્ષેપ પડી શકે છે, જેથી વાહનચાલકોએ સાવચેતી રાખીને ડ્રાઇવિંગ કરવું હિતાવહ છે. આ ઉપરાંત, ખેતીના કામકાજ અને સોલાર ઉર્જાના ઉત્પાદનમાં પણ થોડો ઘટાડો જોવા મળી શકે છે. હવામાન વિભાગે ખાસ સલાહ આપી છે કે મરઘાં તેમજ અન્ય જોખમ ધરાવતા પશુ-પક્ષીઓને સુરક્ષિત જગ્યાએ આશ્રય આપવો જેથી તેમને કોઈ નુકસાન ન પહોંચે.

આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં વરસાદ અને કરાની આગાહી, ગરમીથી મળશે મોટી રાહત!

Frequently Asked Questions

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કયા સમયગાળા માટે તાત્કાલિક આગાહી કરવામાં આવી છે?

હવામાન વિભાગે 5 મે, 2026 ના રોજ સાંજે 4 થી 7 વાગ્યા સુધીના 3 કલાકના સમયગાળા માટે તાત્કાલિક આગાહી બહાર પાડી છે.

આ આગાહી મુજબ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે?

દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા છે.

આ વરસાદી માહોલની સ્થાનિક જનજીવન પર શું અસર થઈ શકે છે?

રસ્તાઓ પર પાણી ભરાવાની, વાહનવ્યવહારમાં વિક્ષેપ અને ખેતી તથા સોલાર ઉર્જા ઉત્પાદનમાં ઘટાડો જેવી અસર થઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા લોકોને શું સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે?

વાહનચાલકોએ સાવચેતી રાખવી અને મરઘાં તેમજ અન્ય પશુ-પક્ષીઓને સુરક્ષિત જગ્યાએ રાખવાની સલાહ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
Embed widget