શોધખોળ કરો

Gujarat Weather: ચૈત્રમાં અષાઢી માહોલ, ગિરનાર પર્વત પરથી વહ્યા પાણી

હવામાન વિભાગ દ્વારા હજુ રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. છુટાછવાયા વિસ્તારમાં ઠંડર સ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Update:  હવામાન વિભાગ દ્વારા હજુ રાજ્યમાં  બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. છુટાછવાયા વિસ્તારમાં ઠંડર સ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ બાદ તાપમાન વધશે. હાલ અમદાવાદમાં 34 ડિગ્રી અને ગાંધીનગર માં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આજે વરસાદ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, કચ્છ, સુરેન્દ્રનગર વરસાદ રહેશે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં વરસાદી માહોલ રહેશે. રાજસ્થાન તરફ સર્ક્યુલશનને લઈને વરસાદ રહેશે. જ્યારે આવતી કાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ નોંધાઇ શકે છે.

સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે.  જૂનાગઢ - ભવનાથમાં પણ વરસાદ છે. વરસાદના કારણે ગિરનાર પર્વત પરથી પાણી વહ્યા હતા અને શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ.

પૂર્વ કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો. પૂર્વ કચ્છના અંજાર,આદિપુરમાં ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કપાસ, ઘઉં, રાયડા, ઈસબગુલ સહિત પાકોને નુકસાનની સંભાવના છે, બાગાયતી પાક કેરી અને દાડમને પણ નુકસાનની ભીતિ છે.

દેવભૂમિદ્વારકાના ખંભાળિયા શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ છે. સામોર, વડત્રા, હરિપર, ખોખરી, સહિતના ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત છે. જીરું, ઘઉં, ચણા, ધાણા, જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અમરેલી શહેરમાં ભારે બફેરા બાદ વરસાદી ઝાપટાં શરૂ થતાં ઠંડકનો અનુભવ થયો. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. બાબરા શહેરમાં ધોધમાર વરસાદ, બાબરાના ફુલઝરમાં પણ વરસાદ શરૂ છે. આ વિસ્તારમાં સતત વરસાદને કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે. ખાંભાના ત્રાકુડા અને હનુમાન તાલડામા ઘોઘમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ ખાબકતા વોંકળા વહેતા થયા હતા અને ખેતરોમાં પાણી ભરાયાં હતા. કમોસમી વરસાદને કારણે  ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા હતા.

જામનગરના  જામ જોધપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા છે. બપોરના સમયે શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદનું ઝાપટું પડ્યું  હતું.

પાલીતાણા પંથકમાં છેલ્લા બે અઠવાડિયા  સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. પાલીતાણા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો. સતત વરસી રહેલ કમોસમી માવઠાનાં કારણે ખેડૂતોનો ઉભો પાક નાશ પામ્યો છે. પાલીતાણા તાલુકાના ધેટી, દુધાળા, ડુંગરપુર, થોરાળી, લાખાવડ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Embed widget