હવામાન વિભાગના આંકડા મુજબ, કચ્છનું નલિયા 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે.
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
કચ્છનું નલિયા 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. જ્યારે ગાંધીનગરમાં 12.3 ડિગ્રી, અમરેલીમાં 12.8 ડિગ્રી અને રાજકોટમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

- રાજ્યમાં તાપમાન ગગડ્યું, નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડું.
- માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું.
- ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ઠંડા પવનોથી પ્રકોપ વધ્યો.
રાજ્યમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ઠંડકનો અહેસાસ વધી રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. કચ્છનું નલિયા 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. જ્યારે ગાંધીનગરમાં 12.3 ડિગ્રી, અમરેલીમાં 12.8 ડિગ્રી અને રાજકોટમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત પોરબંદરમાં 14.1 ડિગ્રી, ડીસામાં 14.8 ડિગ્રી અને વડોદરામાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. અમદાવાદમાં પણ પારો ગગડીને 15.5 ડિગ્રી નોંધાયો છે, જ્યારે સુરતમાં 17.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આમ, રાજ્યનાં અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાજકોટમાં લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે વડોદરામાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના અનેક શહેરોમાં સામાન્ય કરતાં તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા ઠંડીની અસર વધુ વર્તાઈ રહી છે.
આગામી દિવસોમાં ઠંડીમાં થશે વધારો
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે. લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા હોવાથી લોકોને આગામી દિવસોમાં વધુ ઠંડીનો અનુભવ થઈ શકે છે.
આબુમાં ઠંડીનો પ્રકોપ સતત વધી રહ્યો છે
રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. હાડ થીજાવતી ઠંડી વચ્ચે માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે પણ તાપમાન શૂન્ય ડિગ્રી નોંધાયું હતું. ખુલ્લામાં પાર્ક કરાયેલા વાહનો પર બરફનું પડ જામી ગયું. વહેલી સવારે વાહનોની છત અને કાચ પર બરફની સફેદ ચાદર જોવા મળી. ઠંડીના કારણે સ્થાનિક લોકોની સાથે અહીં ફરવા આવેલા પ્રવાસીઓ પણ ઠૂંઠવાઈ રહ્યા છે.
રાત્રિ દરમિયાન તાપમાનમાં ઘટાડો થતાં વહેલી સવારે વાતાવરણમાં ભારે ઠંડક અનુભવાઈ રહી છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં, સ્વેટર, જેકેટ અને મફલરનો સહારો લઈ રહ્યા છે. જ્યારે અનેક સ્થળોએ લોકો તાપણું કરીને ઠંડીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. માઉન્ટ આબુમાં વધી રહેલી ઠંડી પાછળ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર પણ જોવા મળી રહી છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ તરફથી આવતા ઠંડા પવનોને કારણે રાજસ્થાનના આ પર્વતીય વિસ્તારમાં ઠંડીનું જોર વધ્યું છે.
Before You Go
ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Frequently Asked Questions
ગુજરાતમાં સૌથી ઠંડું શહેર કયું બન્યું છે?
માઉન્ટ આબુમાં કેટલું તાપમાન નોંધાયું છે?
માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે તાપમાન શૂન્ય ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો પર બરફનું પડ જામી ગયું હતું.
માઉન્ટ આબુમાં ઠંડી વધવા પાછળનું મુખ્ય કારણ શું છે?
માઉન્ટ આબુમાં વધી રહેલી ઠંડી પાછળ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર છે. કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડ તરફથી આવતા ઠંડા પવનોને કારણે ઠંડીનું જોર વધ્યું છે.




















