Gujarat Weather Update: ગુજરાતમાં ગરમીનો પારો ફરી ઉંચકાશે, આગામી 7 દિવસ ગરમીનું જોર યથાવત રહેશેઃ હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રી સુધી તાપમાન રહેશે. રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. પવનની બદલાતા ગરમી યથાવત રહેશે
Gujarat Weather Update: રાજ્યમાં આગામી સાત દિવસ ગરમીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ પવન ઉત્તર પશ્ચિમ દિશા તરફ ફૂંકાઇ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ હીટવેવ, વરસાદ અને તાપમાન અંગેની આગાહી કરી હતી.
અમદાવાદ અને ગાંધીનગરમાં 39 સુધીનું તાપમાન રહ્યું છે. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રી સુધી તાપમાન રહેશે. રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. પવનની બદલાતા ગરમી યથાવત રહેશે. એ. કે દાસે એમ ગુજરાતના દરિયાકાંઠાની સ્થિતિ અંગે વાત કરતા જણાવ્યુ છે કે, દરિયાકાંઠે પવનની દિશા ઉત્તર પશ્ચિમની રહેશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, હાલ કોઇ ડિસકમ્ફર્ટની સ્થિતિ રહેશે નહીં.
આઈએમડી મુજબ એપ્રિલના અંતમાં ગરમીનો પારો 44 ડિગ્રીનો પાર જવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 25 એપ્રિલ બાદ રાજ્યનુ તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે. 25થી 27 એપ્રિલ દરમિયાન ઘણા વિસ્તારોમાં પારો 41થી 43 ડિગ્રી સુધી જઈ શકે છે. ઘણી જગ્યાએ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. ગુજરાતમાં હાલમાં વરસાદની કોઈ સંભાવના નથી.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) April 24, 2024
હવામાન વિભાગે ઝારખંડ, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 24 થી 27 એપ્રિલ સુધી હિટવેવની આગાહી કરી છે. IMDએ કહ્યું કે, અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં તોફાન આવવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, 26 અને 27 એપ્રિલે પંજાબ અને હરિયાણામાં અલગ-અલગ સ્થળોએ કરા પડવાની સંભાવના છે.