શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી મેઘરાજા મહેરબાન થશે.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી મેઘરાજા મહેરબાન થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  રાજ્યમાં હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે.હવામાન વિભાહના જણાવ્યા અનુસાર,  મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ  સક્રિય  છે. જેના કારણે આજે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા બોટાદમાં ભારે વરસાદની  આગાહી કરાઈ છે.

આવતીકાલે આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરી છે. જ્યારે 27 જૂને પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. 

60 તાલુકામાં વરસાદ નોંધાયો હતો

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લામાં નોંધાયો છે. બપોરે 12 વાગ્યા સુધી સૌથી વધુ વરસાદ સવા બે ઇંચ ખેડામાં નોંધાયો છે. રાજ્યમાં વરસાદની માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આજે મંગળવારે સાંજે 6 વાગ્યા સુધી 8 જિલ્લા અંગે આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 8 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના  જણાવ્યા અનુસાર,  અમદાવાદ ઉપરાંત દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, અમરેલીમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે  વરસાદ થઈ શકે છે. રાજ્યના અન્ય 16 જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર 26 અને 27 તારીખે વરસાદનું  જોર ઘટી શકે છે પરંતુ  28 જૂનથી ફરી વરસાદ વધશે. ગુજરાતના  પૂર્વ અને દક્ષિણમાં વરસાદનું જોર વધવાનું  અનુમાન છે.  જો 26થી 27 તારીખ સુધી વરસારનું જોર ઘટ્યાં બાદ ફરી  29 અન 30 જૂનથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે. 30 જૂન બાદ  સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 2 જુલાઇ  સુધીમાં ચોમાસુ આખા રાજ્યને આવરી લેશે, જેના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારમાં સારો વરસાદ વરસે તેવું અનુમાન છે. 

છેલ્લા થોડા દિવસથી ગુજરાતના નવસારીમાં થંભી ગયેલું ચોમાસું હવે ગતિશીલ (Gujarat monsoon) બન્યું છે. ચોમાસુ ફરી સક્રિય બનતા હવે નવસારીથી આગળ વધીને ગીર સોમનાથ, અમરેલી, તાપી સુરત ભરૂચ તરફ આગળ વધી ગયું છે, જેની અસરથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. 

ટોપ સ્ટોરી

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget