શોધખોળ કરો

આગામી 5 દિવસ સુધી ગુજરાતના કયા-કયા વિસ્તારમાં ધમાકેદાર વરસાદ થશે? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેને લઈને ગુજરાત સરકારે એલર્ટ જાહેર કર્યું છે જ્યારે NDRFની ટીમોને તૈયાના કરી દેવામાં આવી છે.

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેને લઈને ગુજરાત સરકારે એલર્ટ જાહેર કર્યું છે જ્યારે NDRFની ટીમોને તૈયાના કરી દેવામાં આવી છે. આગામી 5 દિવસ ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, રાજકોટ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ થશે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે. આગામી 5 દિવસ ગુજરાતના લોકો સાવધાન થઈ જજો. કારણ કે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં લો-પ્રેસર અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 28 અને 29 જુલાઈએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. મહત્વની વાત એ છે કે, 31 જુલાઈએ પણ ફરી લો-પ્રેસર બનતા ગુજરાતના ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના મોરબી, અમરેલી, રાજકોટ, જામનગર, દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેને ધ્યાનમાં રાખીને વડોદરાની NDRFની 30 સભ્યોની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના તમામ અધિકારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. રાજકોટ, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. આ ઉપરાંત NDRFની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. ભારે વરસાદને લઈને સૌરાષ્ટ્રમાં મોટા ભાગના અધિકારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. બંગાળની ખાડીનાં પશ્ચિમ કાંઠે લો-પ્રેશર સક્રિય થયું છે. જેની અસર 27થી 30 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. એટલું જ નહીં લો-પ્રેશરની સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરતાં 27 જુલાઈથી લઈને 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. જે અત્યાર સુધીની વરસાદની ઘટ પૂરી કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
Embed widget