શોધખોળ કરો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની  અધ્યક્ષ સ્થાને કેબિનેટની  બીજી બેઠક, જાણો ક્યાં મુદ્દે મંથન

ખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરૂ થઇ છે. કોરોનાકાળમાં નવરાત્રિના આયોજન સહિતની નવી ગાઇડલાઇન મુદ્દે ચર્ચાં થઇ શકે છે.

ગાંધીનગર:મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરૂ થઇ છે. કોરોનાકાળમાં નવરાત્રિના આયોજન સહિતની નવી ગાઇડલાઇન મુદ્દે ચર્ચાં થઇ શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઇ છે. હાલ કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બીજી લહેર લગભગ સમાપ્ત થઇ ગઇ હોય તેવી સ્થિતિ છે. રાજ્યમાં મહામારી પર કાબૂ મેળવી લેવાયા બાદ હવે  આવનાર તહેવારોને લઇને નવી ગાઇડલાઇન રજૂ થઇ શકે છે. આ મુદ્દે પણ બેઠકમાં મંથન થઇ રહ્યું છે.

કેબિનેટમાં ક્યાં મુદ્દે થઇ શકે છે ચર્ચાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઇ છે. બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, ભારે વરસાદથી થયેલા નુકસાન તેમજ નવરાત્રિની ઉજવણી મુદ્દે પણ ચર્ચાં થઇ શકે છે અને નવી ગાઇડલાઇન  પર્વની ઉજવણીને લઇને જાહેર થઇ શકે છે. કેબિનેટની બેઠકમાં વેક્સિનેશનની સ્થિતિ વિશે પણ સમીક્ષા થશે અને રાજ્યમાં ઝડપી વેક્સિનેશન મુદ્દે પણ નિર્ણય લેવાઇ શકે છે.

ભાજપના કયા સાંસદે લખ્યું, 'ગાંધીનગર જતાં તો નીતિનભાઈ સામુય નહોતા જોતા'

નો રિપીટ થિયરી બાદ નીતિન પટેલના નિવેદન પર સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ગઈ છે. એબીપી અસ્મિતાને નીતિન પટેલે આપેલા ઇન્ટર્વયૂ પર ભાજપના સાંસદ નારણ કાછડિયાએ કટાક્ષ કર્યો હતો. તેમણે નીતિન પટેલના પેજ પર મુકેલા વીડિયો પર કોમેન્ટ કરી છે કે, મંત્રી હતા ત્યારે નીતિન પટેલ સામે પણ નહોતા જોતા. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં નારાણ કાછડિયાએ આ કોમેન્ટ કરી હોવાનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, પહેલીથી જાગૃતિ રાખી હોત તો આજે આ હાલત ન હોત. 

ભાજપના સાંસદ નારાણ કાછડીયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સૌની યોજના નીતિનભાઈના કારણે જ પાછળ ઠેલાઇ. અગાઉ પણ નીતિનભાઈએ સૌરાષ્ટ્રના લોકો માટે ગેરલાયક શબ્દો ઉચ્ચાર્યા હતા. નીતિનભાઈ જોડે મને કોઈ રાગદ્વેષ નથી. મારાથી વધારે બોલાયું હોય તો ક્ષમા કરજો. અમારા પ્રશ્નો લઈને ગાંધીનગર જતા તો રિસ્પોન્સ નહોતો મળતો. રાજનીતિમાં આવ્યા બાદ હું બદલીમાં નહીં પણ કામ કરાવવામાં માનું છું. મેં બદલી માટે આજ સુધી ક્યારેય સરકારમાં રજૂઆત કરી નથી. 

તેમણે કહ્યું હતું કે, કાર્યકર્તાઓનું સન્માન જળવાય એ જ મહત્વનું. આ સરકારમાં નવા કામો થશે તેવો મને વિશ્વાસ છે. પહેલા ઇન્કાર કરવાનો નીતિનભાઈનો સ્વભાવ હતો. ઘણા કાર્યકર્તાઓ અને આગેવાનોને પણ આ અનુભવ થયો. 

તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે, નીતિન પટેલને કારણે સૌની યોજના 10 હજાર કરોડની હતી, તે 18 હજાર કરોડે પહોંચી છે. તેમણે નો રિપીટ થિયરીનું સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં, તેમને પણ આ થિયરી હેઠળ દૂર કરવામાં આવશે, તો જે વ્યક્તિને લાવવામાં આવશે, તેમને ખભે બેસાડશે. 

ટોપ સ્ટોરી

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Embed widget