શોધખોળ કરો

આગ ઝરતી ગરમીથી શેકાયું ગુજરાત,  અમદાવાદ સહિત 6 શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર 

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.    7 મેથી તાપમાન 45 ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગની આગાહી છે.  

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.    7 મેથી તાપમાન 45 ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગની આગાહી છે.  આજે અમદાવાદમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.  સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે.  એપ્રિલ મહિનામાં તાપમાને 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.  મે મહિનામાં ગરમીનો પારો હજુ વધવાની હવામાન વિભાગની આગાહી છે. 

હવામાન વિભાગે આજે પણ અમદાવાદમાં હીટવેવની આગાહી કરી છે. આજે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો છે. જોકે સોમવારથી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી રાહત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પાંચ દિવસ સુધી ગરમી પારો ગગડીને 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  

રાજ્યમાં આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.  ત્યારે શનિવારે રાજ્યના છ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો હતો.  હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નથી.  જો કે ત્યારબાદના ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.  કાળઝાળ ગરમીની સંભાવનાને લઈને આજે અમદાવાદ, ગાંધીનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશે.  તો આજે અમદાવાદ, પાટણ, સુરેંદ્રનગર, બોટાદ, ગાંધીનગર, ખેડામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે.

જ્યારે રાજકોટમાં 42, વડોદરા, ગાંધીનગર, આણંદ, ખેડા સહિતના જિલ્લામાં 40 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો છે. જ્યારે આજે રવિવાર હોવાથી વોટરપાર્ક પણ હાઉસ ફૂલ છે. લોકો ગરમીથી બચવા માટે પરિવાર સાથે વોટર પાર્ક પહોંચ્યા છે. તો આ તરફ બપોરના આકરા તાપથી બચવા લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે રસ્તાઓ પણ સૂમસામ બન્યા છે. 

અમદાવાદમાં ગરમીની સમસ્યાથી બિમાર પડવાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. 7 દિવસમાં જ 6 હજારથી વધુ લોકો ગરમીને લગતી સમસ્યાનો શિકાર બની ચૂક્યા છે. ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર અમદાવાદમાં 7 દિવસમાં કુલ 6 હજાર 735થી વધુ લોકો કાળઝાળ ગરમીથી બિમાર પડયા છે. જેમાં પેટમાં દુઃખાવાની સૌથી વધુ 1 હજાર 556 ફરિયાદ નોંધાઇ છે. આ પૈકી છેલ્લા ચાર દિવસથી પેટમાં દુઃખાવાની દરરોજની 50થી વધુ ફરિયાદો સામે આવી રહી છે. ગરમીથી શ્વાસ લેવામાં સમસ્યા નડતી હોય તેના 1 હજાર 152 કેસ છેલ્લા સાત દિવસમાં નોંધાયા છે.

ટોપ સ્ટોરી

‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી

વિડિઓઝ

Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?
South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ
South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ
Embed widget