શોધખોળ કરો

Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી

આગામી 3 દિવસ રાજ્યમાં હીટવેવની સ્થિતિ રહેશે. સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનું જોર સૌથી વધુ  રહેવાની શક્યતા છે. અહીં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ: આગામી 3 દિવસ રાજ્યમાં હીટવેવની સ્થિતિ રહેશે. સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનું જોર સૌથી વધુ  રહેવાની શક્યતા છે. અહીં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે માર્ચ મહિનામાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. રાજકોટ-સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થવાની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  અમદાવાદ,સુરત અને વડોદરા સહિતના 9 જિલ્લાઓમાં  યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનું અત્યંત જોર હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  કચ્છ, મોરબી, અમરેલી, બનાસકાંઠા અને સુરત જિલ્લામાં પણ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે, જે સામાન્ય કરતા 7.7 ડિગ્રી વધુ છે. અમદાવાદમાં પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ છે.

ગરમ પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું

હાલમાં રાજ્યમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના લીધે ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં 13 માર્ચ સુધી વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેવાને કારણે લોકોને અસહ્ય બફારો અને અસ્વસ્થતા અનુભવાઈ શકે છે.

રાજકોટ, સુરેન્દ્રનગર રાજ્યના સૌથી ગરમ શહેરો

માર્ચના બીજા અઠવાડિયામાં ગરમીએ લોકોને ત્રાહિમામ પોકારી દીધા છે. બપોરના સમયે ગરમીનો અનુભવ એપ્રિલ કે મે મહિના જેવો થઇ રહ્યો છે.  રાજકોટ, સુરેન્દ્રનગર સોમવારે રાજ્યના સૌથી ગરમ શહેરોમાં સામેલ છે. 

અમદાવાદમાં તાપમાન 40ને પાર પહોંચ્યું છે. ગરમીનો પ્રકોપ વધતા અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 વાગ્યા સુધી  બંધ રહેશે. ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે પોલીસ સ્ટાફને હાજર રહેવા માટે ઉચ્ચ અધિકારીઓએ  સૂચના આપી છે. 

વિશ્વ હવામાન સંગઠન, જે વિશ્વભરમાં હવામાન પર નજર રાખે છે તેણે સમાન ચેતવણી જારી કરી છે. તેઓ આ ઉનાળામાં અલ નિનો (ENSO) ઘટનાની 60 ટકા શક્યતાની આગાહી કરે છે. આ એક ભયંકર  ગરમી પડવાનો સંકેત છે.  2026-2027 માં તાપમાન  રેકોર્ડબ્રેક  લેવલ પર પહોંચી શકે છે.

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ એક રેકોર્ડબ્રેક અલ નિનો વર્ષ હોઈ શકે છે. આ વર્ષના અંતમાં વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં સુપર અલ નિનો વિકસી શકે છે, જેના કારણે વિશ્વભરમાં હવામાન પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Embed widget