શોધખોળ કરો

Gujarat Rain: વીજળીના કડાકા ભડાકા સાથે આજે તૂટી પડશે વરસાદ, લેટેસ્ટ આગાહી જાણી લો 

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રથયાત્રાના દિવસે હળવાથી માધ્યમથી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અમદાવાદ :  હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રથયાત્રાના દિવસે હળવાથી માધ્યમથી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  આગામી 5 દિવસ ઠંડર સ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે. 28 જૂન સુધી 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડર સ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે. 

આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાહોદ, મહીસાગર અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 

આ સિવાય સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.  

જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  રથયાત્રાના દિવસે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગાહી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. કેટલાક જિલ્લાઓમાં ધીમીધારે વરસાદ વરસશે તો કેટલાક જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

અમરેલી, ભાવનગર, સુરેન્દ્નગર, રાજકોટ,જૂનાગઢ, ગીર સોમનાથ અને દિવમાં  પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.  માછીમારોને આજે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં પણ આજે ઠંડર સ્ટ્રોમ સાથે ભારે વરસાદની આગાહી છે.  

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકામાં વરસાદ 

રાજ્યમાં  છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરત શહેરમાં 13.6 ઈંચ વરસાદ ખાબક્યો છે, આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કામરેજમાં 10.7 ઈંચ વરસાદ પડ્યો છે.  પલસાણામાં 8.2 ઇંચ વરસાદ, બારડોલીમાં 6.6 ઈંચ વરસાદ, ઓલપાડમાં 5 ઈંચ વરસાદ, ચૌર્યાસીમાં 4.3 ઈંચ વરસાદ, સુરત જિલ્લાના માંડવીમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભરૂચ અને નવસારીમાં 3-3 ઈંચ વરસાદ અને તાપી જિલ્લાના વ્યારામાં 3.7 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે સુરત શહેરનો કોઈ પણ વિસ્તાર એવો નહોતો કે જ્યાં પાણી ના ભરાયું હોય. સુરતના દરેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. અતિભારે વરસાદ વરસતા જિલ્લા કલેકટરે શાળાઓમાં રજા જાહેર કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Embed widget