શોધખોળ કરો

Gujarat: ગુજરાતમાં 3 દિવસ બાદ પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગનું કહેવું છે કે ત્રણ દિવસ બાદ ધોધમાર વરસાદ પડશે.  હવામાન વિભાગના અનુસાર રાજ્યમાં 3 દિવસ બાદ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે.

ગાંધીનગર:  ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગનું કહેવું છે કે ત્રણ દિવસ બાદ ધોધમાર વરસાદ પડશે.  હવામાન વિભાગના અનુસાર રાજ્યમાં 3 દિવસ બાદ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને ચોથી તારીખથી ધોધમાર વરસાદ પડશે.  હવામાન વિભાગના મતે કમોસમી વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.  તાપમાનનો પારો પણ 2 થી 4 ડિગ્રી વધશે. આજે આણંદ જિલ્લાનું વલ્લભવિદ્યાનગર સૌથી ગરમ રહ્યું છે.  વલ્લભવિદ્યાનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  અમદાવાદ અને અમરેલીમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાનું સંકટ યથાવત રહેશે. દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીરસોમનાથ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં કેટલીક જગ્યાએ વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી છે.

અમરેલી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ

અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા જિવસે કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છ. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. વડલી, ટીંબી, મોટા માણસા, ચિત્રાસર, ભાડા, શેલાણા સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ છે. ભર ઉનાળે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અષાઢી માહોલ સર્જાયો છે. સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સાવરકુંડલાના નાના ભમોદ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે. ધારી શહેરમાં એક કલાક થી ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગીર પંથકના ધારી શહેરના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ધારી શહેરમાં કમોસમી વરસાદને કારણે રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા છે, રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા. ધોધમાર વરસાદ પડતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કેસર કેરીનો ગઢ ગણાતા ધારી પંથકમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

રાજકોટ જીલ્લામાં વરસાદી માહોલ

રાજકોટ જીલ્લાના ધોરાજી વરસાદી માહોલ જોવા મળ્યો. વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. ધોરાજીમાં ભારે પવન સાથે કમોસમી ઝરમર વરસાદ પડવાનું શરૂ થયું છે. સતત કમોસમી વરસાદને લઈ ખેડૂતોના ઉનાળુ તલ અને મગ સહિતના પાકને નુકસાનની શક્યતા છે. જેતપુરમાં પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે
હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget