શોધખોળ કરો

Gujarat Rain: કાલથી 3 દિવસ ભારે વરસાદની આગાહી, ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં

ગુજરાતમાં મેઘરાજા ફરી ધબધબાટી બોલાવશે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.

Rain Alert: ગુજરાતમાં મેઘરાજા ફરી ધબધબાટી બોલાવશે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડશે. રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  આવતીકાલથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા સિવાય સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 

અમદાવાદમાં હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં ગાજવીજ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન  ફૂંકાશે.  બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં આજે વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  28 સપ્ટેમ્બરના રાજ્યમાં સાર્વત્રિક ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 સપ્ટેમ્બરના અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે.

27 સપ્ટેમ્બર: દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ - નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. 

28 સપ્ટેમ્બર (ભારે વરસાદનો દિવસ): આ દિવસે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને અમદાવાદમાં 28 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી છે.

29 સપ્ટેમ્બર: આ દિવસે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા છે.

30 સપ્ટેમ્બર: સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગો જેમ કે કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું અનુમાન છે. 

રાજ્યમાં સરેરાશ 111.18 ટકા વરસાદ વરસ્યો

વરસાદની આગાહીની વચ્ચે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લીધી છે.  અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લામાંથી દક્ષિણ પશ્ચિમના ચોમાસાએ  વિદાય લીધી છે.   આ વખતે ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સરેરાશ 111.18 ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં આ વર્ષે પણ ચોમાસું સારુ રહ્યું છે.  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 18 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget